SBI Interest Rate Hike

SBI Interest Rate Hike: SBI પાસેથી લોન લીધી હોય તો જાણી લો આ મહત્વના સમાચાર, ચૂકવવા પડશે વધારે પૈસા

SBI Interest Rate Hike: 70 બેસિસ પોઈન્ટના વધારા બાદ SBI ના BPLR બેસ્ડ લોનનો વ્યાજ દર વધીને 13.45 ટકા થઈ ગયો છે

નવી દિલ્હી, 16 સપ્ટેમ્બરઃ SBI Interest Rate Hike: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી લોન લીધી હોય તો આ ખબર ખાસ તમારા માટે છે. બેંક તરફથી મોટું અપડેટ સામે આવ્યું છે. SBI તરફથી બેન્ચમાર્ક પ્રાઈમ લેન્ડિંગ રેટ (BPLR) માં 70 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ એસબીઆઈમાંથી લોન લેનારાઓના ઈએમઆઈમાં વધારો થઈ જશે. આ અગાઉ RBI એ રેપો રેટમાં 1.40 ટકાનો વધારો કર્યો છે. આ ફેરફાર ત્રણ અલગ અલગ સમયે લાગૂ કરાયા છે. 

RBI તરફથી રેપો રેટ વધારવામાં આવ્યા બાદ સરકારી અને પ્રાઈવેટ બેંક લેન્ડિંગ રેટ્સમાં ફેરફાર કરી રહ્યા છે. જેનાથી બેંકમાંથી લોનની ચૂકવણી મોંઘી થઈ રહી છે. જો કે બેંકો તરફથી ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ઉપર પણ વ્યાજ દરો વધારવામાં આવી રહ્યા છે. 70 બેસિસ પોઈન્ટના વધારા બાદ SBI ના BPLR બેસ્ડ લોનનો વ્યાજ દર વધીને 13.45 ટકા થઈ ગયો છે. 

આ પણ વાંચોઃ Fire in BRTS bus: આજે સવારે હેલ્મેટ સર્કલ નજીક BRTS બસમાં આગ લાગી- જુઓ વીડિયો

BPLR થી લિંક્ડ લોનનું રિપેઈમેન્ટ કરવું હવે પહેલા કરતા મોંઘુ બનશે. કારણ કે વધારા પહેલા BPLR નો દર 12.75 ટકા હતો. આ અગાઉ આ દરમાં જૂન મહિનામાં ફેરફાર કરાયો હતો. બેન્ચમાર્ક પ્રાઈમ લેન્ડિંગ રેટના વ્યાજ દરોમાં ફેરફાર કરીને નવા વ્યાજ દર આજથી લાગુ કરાયા છે. એસબીઆઈ તરફથી વેબસાઈટ પર આ અંગે જાણકારી આપવામાં આવી છે. 

બેંકે બેસ રેટમાં પણ 70 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. ત્યારબાદ બેસ રેટ વધીને 8.7 ટકા થયો છે. બેસ રેટ પર લાગૂ નવા દરોને 15 સપ્ટેમ્બરથી લાગૂ કરાયા છે. બેસ રેટને આધાર માનીને લોન લેનારા લોકોનો ઈએમઆઈ પણ મોંઘો થશે. 

આ પણ વાંચોઃ Hearing in HC on issue of stray cattle: રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે મોટું નિવેદન, કહ્યું- જનતા આ નંબર કરી શકશે ફરીયાદ

Gujarati banner 01