fd4ea3f3 8e22 4781 8c27 4e837d4c0774

પ્રજાની સુરક્ષા અને શાંતિના હેતુ માટે રાજપીપળા ના મુખ્ય માર્ગો પર નર્મદા પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ(flag march) યોજાઈ

flag march

રાજપીપળા, 24 ફેબ્રુઆરીઃ નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી આગામી રવિવારે યોજાનાર હોય જેમાં પ્રજાને સુરક્ષા અને શાંતિ રહે તેવા હેતુસર તેમજ કાયદા વ્યવસ્થા ની સ્થિતિ ની જાળવણી સાથે પ્રજા ને મેસેજ પહોંચે તે હેતુ થી ગઈકાલે સાંજે નર્મદા પોલીસ દ્વારા રાજપીપળા શહેરમાં ફ્લેગમાર્ચ(flag march) યોજવામાં આવી હતી.

flag march

ત્યારે પોલીસ જવાનો ની શિસ્તબદ્ધ ફ્લેગ માર્ચ(flag march) જોવા લોકો ની ભીડ ગલીઓ ના નાકે ભેગી થઇ હતી અને મહિલા ઓ તેમજ બાળકો ભારે ઉત્સુકતા થી પોલીસ માર્ચ નિહાળતા નજરે પડતા હતા.

Whatsapp Join Banner Guj

શહેરના મુખ્યમાર્ગો પર અને વિવિધ વિસ્તારો માં ફરતી આ પોલીસની ફ્લેગમાર્ચ માં ડીવાયએસપી રાજેશ પરમાર સહિત ટાઉન પી.આઈ.આર. એ.જાદવ,એલસીબી પીઆઇ અલ્પેશ પટેલ,એસઓજી પીઆઇ કે.ડી.જાટ સહિત પોલીસ જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતેથી નીકળેલી ફ્લેગમાર્ચ રાજપીપળા શહેરના. તમામ મુખ્ય માર્ગો ઉપર ફરી હતી.

આ પણ વાંચો…

3ed test INDv/sENG:વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ શરૂ, ઇંગ્લેન્ડે ટોસ જીતી બેટિંગ પસંદ કરી