3rd Test Blog Pic 571 855

3ed test INDv/sENG:વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ શરૂ, ઇંગ્લેન્ડે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

3ed test INDv/sENG

સ્પોર્ટ્સ ડેસ્ક, 24 ફેબ્રુઆરીઃ અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી ભારત-ઈંગ્લેન્ડ(3ed test INDv/sENG) વચ્ચે ટેસ્ટ મેચ શરૂ થવાની છે. મોટેરા સ્ટેડિયમના ઉદઘાટન બાદ અઢી વાગ્યે બંને દેશ વચ્ચે ડે-નાઈટ ટેસ્ટની શરૂઆત થશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટ પિન્ક બોલ વડે રમાનારી ડે-નાઇટ ટેસ્ટ છે.

ભારતમાં તો આ હજી બીજી જ પિન્ક બોલ ડે-નાઇટ ટેસ્ટ છે. અગાઉ ઇડન ગાર્ડન પર ભારત-બાંગ્લાદેશ સામે ૨૦૧૯માં પિન્ક બોલ સાથે ડે-નાઇટ ટેસ્ટ રમ્યું હતું અને જીત્યું હતું.પિન્ક બોલ વડે રમાયેલી ડે-નાઇટ ટેસ્ટનો રેકોર્ડ જોઈએ તો અત્યાર સુધીમાં રમાયેલી ૧૫ ટેસ્ટમાં ફાસ્ટ બોલરોએ ૨૪.૪૭ની સરેરાશે ૩૫૪ અને સ્પિનરોએ ૩૫.૩૮ની સરેરાશે ૧૧૫ વિકેટ ઝડપી છે.

Whatsapp Join Banner Guj

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાર ટેસ્ટની સિરીઝ હાલમાં ૧-૧થી બરોબરી પર છે. અને ઈંગ્લેન્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ક્વોલિફાઈ થવા બાકીની બંને ટેસ્ટ જીતવી પડે તેમ છે. તેની સામે વિરાટ કોહલીની ટીમનું કામ થોડું સરળ છે. તેણે ત્રીજી ટેસ્ટ જીતવા ઉપરાંત ચોથી ટેસ્ટ ફક્ત ડ્રો જ કાઢવી પડશે અને તેનો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પ્રવેશ સુનિશ્ચિત થઈ જશે…. ન્યૂઝીલેન્ડે આ વર્ષે લોર્ડસમાં રમાનારી ટેસ્ટ માટે ટોચની ટીમ તરીકે તેનું સ્થાન સુનિશ્ચિત કરી લીધું છે. હવે બીજા સ્થાન માટે ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જંગ છે.

આ પણ વાંચો…

Motera stadium new name: વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમને અપાયુ નવું નામ, હવે કહેવાશે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’