Gujarat police 600x337 1

Guidelines for uttarayan: ઉત્તરાયણને લઇને ગુજરાત પોલીસે જાહેર કર્યા આ નિયમો, પાલન કરવામાં નહીં આવે તો થશે કાર્યવાહી

Guidelines for uttarayan: ધાબા પર જો ભીડ એકઠી થશે તો પોલીસ દ્વારા ડ્રોનથી નજર રાખવામાં આવશે અને જાહેરનામાનો ભંગ કરાતા કાર્યવાહી પણ થશે

અમદાવાદ, 13 જાન્યુઆરીઃ Guidelines for uttarayan: અમદાવાદમાં ઉત્તરાયણ પર્વને પગલે પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે જો નાગરિકો દ્વારા જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ડ્રોનથી નજર રાખવામાં આવશે.

ધાબા પર જો ભીડ એકઠી થશે તો પોલીસ દ્વારા ડ્રોનથી નજર રાખવામાં આવશે અને જાહેરનામાનો ભંગ કરાતા કાર્યવાહી પણ થશે. આ સાથે ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ ટુક્કલ ઉપર પણ પ્રતિબંધ છ ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ કરતા લોકો ઝડપાયા તો પોલીસ દ્વારા કાર્યવાહી થશે.

ધાર્મિક લાગણી દુભાય તેવા સ્લોગન પતંગ પર લખી શકાશે નહી. ત્યારે 13 તારીખથી જ પોલીસ દ્વારા સર્વેલન્સ શરૂ કરી દેવામાં આવશે. તેમજ જે તે સોસાયટીમાં કોરોના ગાઈડ લાઇનનું પાલન કરાવવાની જવાબદારી સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીની રહેશે.

અમદાવાદમાં ઉત્તરાયણ પર્વને લઈ પોલીસ વિભાગ એક્શનમાં છે. ઉત્તરાયણ પર્વે 11 ડીસીપી, 21 એસીપી, 63 પીઆઇ, 207 PSI અને 4 SRP કંપની સહિત 10 હજારથી વધુ પોલીસ તૈનાત રહેશે.તેમજ કોવિડ ગાઈડલાઈનનું પાલન ન કરનારા સામે પોલીસ કાર્યવાહી કરશે.

આ પણ વાંચો…UPSC Recruitment 2022: આસિસ્ટન્ટ કમિશનર સહિત અન્ય જગ્યાઓ માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ, આ રીતે કરો અરજી

Whatsapp Join Banner Guj