Big News : ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યા અંગે કોઇ અજાણી વ્યક્તિ દ્વારા બનાવટી પરિપત્ર વાઇરલ થયો- શિક્ષણ બોર્ડ(gujarat board)નો કર્યો મોટો ખુલાસો

gujarat board

ગાંધીનગર, 0ા એપ્રિલઃ ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, રાજ્યના લોકોની સાથે તંત્ર પણ ચિંતામાં છે. ત્યારે આ સ્થિતિમાં વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા(gujarat board)ની તારીખોમાં ફેરફાર કર્યા અંગે કોઇ અજાણી વ્યક્તિ દ્વારા બનાવટી પરિપત્ર વાઇરલ કરવામાં આવ્યો હતો. જેથી વાઇરલ કરેલ પરિપત્ર દ્વારા રાજ્યમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ અને શિક્ષણ વિભાગ(gujarat board) સાથે જોડાયેલી તમામ સંસ્થાઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે જે નિંદનીય છે

0001 7 725x1024 1

જો કે, આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, બોર્ડ દ્વારા મે-2021માં યોજાનારી બોર્ડની જાહેર પરીક્ષાઓના કાર્યક્રમની તારીખોમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવેલ. એટલે કે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની જાહેર પરીક્ષા તેના અગાઉ જાહેર કરવામાં આવેલા નિયત કાર્યક્રમ મુજબ જ તારીખ 10/05/2021 થી તારીખ 25/05/2021 દરમ્યાન જ લેવામાં આવશે. જેની તમામ શાળાના આચાર્યશ્રીઓએ તથા વાલીઓ અને વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

ADVT Dental Titanium

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર એક પરિપત્ર વાયરલ થયો હતો. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, શિક્ષણ બોર્ડના લેટર પર પરીક્ષા જૂન માસમાં યોજાશે. બીજી તરફ રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા પણ આ લેટર ફેક હોવાનું જણાવવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડે કોઈ પણ પરીક્ષાની તારીખમાં ફેરબદલી નથી તેવું જણાવવામાં આવ્યું છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…..

આ રાશિના જાતક જેવુ વિચારશે તેવુ જ તમની સાથે થશે- આવો જાણીએ ટેરોકાર્ડ(Tarotcard) દ્વારા અન્ય રાશિનું ભવિષ્ય