Gujarat congress protest

Gujarat congress protest: કોંગ્રેસ પક્ષ દ્વારા જિલ્લા-તાલુકા કક્ષાએ લોકશાહી બચાવો–સંવિધાન બચાવો ની માંગ સાથે મૌન ધરણા-વિરોધ પ્રદર્શન

અમદાવાદ, 25 એપ્રિલ: Gujarat congress protest: પ્રજા વિરોધી નીતિ, ભાજપ સરકારની અવિચારી નીતિઓ, વીજળી, મોઘવારી, સરકારી નોકરીઓમાં વારંવાર ગેરરીતી, પેપર લીક કાંડ સહિત અનેકવિધ સમસ્યાઓથી પ્રજા ત્રસ્ત બનેલી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા જિલ્લા – તાલુકા કક્ષાએ, “લોકશાહી બચાવો – સંવિધાન બચાવો” ની માંગ સાથે મૌન ધરણા-વિરોધ પ્રદર્શનના આયોજન કર્યું હતું.

પ્રજા વિરોધી ભાજપ સરકારના નિર્ણયો સામે વિરોધ વ્યક્ત કરવાની પ્રજાની મૂળભૂત સ્વતંત્રતા ઉપર પણ કાપ મૂકવામાં આવ્યો છે અને કેન્દ્ર અને રાજ્ય સરકારે વિરોધ વ્યક્ત કરનારાઓ સામે પણ પ્રતિબંધક કાનૂની જોગવાઈઓનો બેફામ દુરુપયોગ કરવાનું વલણ અપનાવ્યું હોવાથી પ્રજામાં ભય અને દહેશતનું વાતાવરણ પેદા થયું છે.

Gujarat congress protest

આવી જ કાનૂની જોગવાઈનો દુરુપયોગ કરીને વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઇ મેવાણીની ધરપકડ કરીને ભાજપ સરકારે બ્રિટિશ રાજ્યની યાદ તાજી કરી છે. ત્યારે હંમેશની જેમ સત્ય અને પ્રજાને પડખે રહેવાની નીતિ અને વલણ ધરાવતો કોંગ્રેસ પક્ષ આવા સરકારના જન વિરોધી નિર્ણયો સામે પ્રજાનો (Gujarat congress protest) અવાજ બુલંદ કરવાના ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં મૌન ધરણા-વિરોધ પ્રદર્શન યોજાયા હતા.

“લોકશાહી બચાવો – સંવિધાન બચાવો” ની (Gujarat congress protest) માંગ સાથે ગુજરાતના તમામ જીલ્લાઓમાં કરવામાં આવેલા મૌન ધરણા-વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો, હોદ્દ્દારઓ – ફ્રન્ટલના વડાઓ, સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Congress press release

આ પણ વાંચો..Ahmedabad-Agra Cantt summer trains: અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે ઉનાળુ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચાલશે

Gujarati banner 01