Banner

Gujarat police beat shiv sena MLA nitin deshmukh: ગુજરાત પોલીસે હોટલમાં શિવસેનાના MLA નીતિન દેશમુખને માર માર્યો, વાંચો વિગતે

Gujarat police beat shiv sena MLA nitin deshmukh: મહારાષ્ટ્રમાં રાજકીય ઊથલપાથલ વચ્ચે સુરતથી શિવસેનાના 34 સહિત 40 ધારાસભ્ય સ્પેશિયલ પ્લેનમાં ગુવાહાટી પહોંચી ગયા

અમદાવાદ, ૨૨ જૂન: Gujarat police beat shiv sena MLA nitin deshmukh: મહારાષ્ટ્રમાં રાજકીય ઊથલપાથલ વચ્ચે સુરતથી શિવસેનાના 34 સહિત 40 ધારાસભ્ય સ્પેશિયલ પ્લેનમાં ગુવાહાટી પહોંચી ગયા છે. દિવસ-રાત ચાલેલા આ રાજકીય ડ્રામા વચ્ચે શિવસેનાએ દાવો કર્યો છે કે એકનાથ શિંદે જૂથના અને અકોલાના ધારાસભ્ય નીતિન દેશમુખને ગુજરાત પોલીસે સુરતની હોટલમાં માર માર્યો છે. તેઓ મુંબઈ જવા માગતા હતા, પણ તેમને બંધક બનાવીને ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Mansukh mandvia elected president of gujarat nai talim sangh: ગુજરાત નઈ તાલીમ સંઘના પ્રમુખ પદે મનસુખ માંડવિયાની વરણી

શિવસેનાના સ્થાનિક કાર્યકરો પાસે મુંબઈ જવા મદદ માગી

સુરત શિવસેનાના નેતા પરેશ ખેરે મીડિયાને જણાવ્યું હતું કે નીતિન દેશમુખ હોટલથી નીકળીને ચાર રસ્તા પર આવ્યા હતા, જ્યાં અમારી સાથે મુંબઈ જવા માટે મદદ માગી હતી. અમે લોકો ત્યાં પહોંચ્યા ત્યારે તેમને પોલીસ પકડીને હોટલ લઈ જઈ રહી હતી. અમે પણ તેમની પાછળ પાછળ ગયા, પરંતુ હોટલના બારમાં અમને રોકી દેવામાં આવ્યા હતા.

Gujarati banner 01