rainfall 2

Gujarat Rain Alert: ગુજરાતમાં વરસાદનો અલર્ટ જારી, આ તારીખથી શરુ થશે બીજો રાઉન્ડ…

Gujarat Rain Alert: 7 જુલાઈથી 9મી જુલાઇ દરમ્યાન અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જીલ્લામાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના

અમદાવાદ, 05 જુલાઈઃ Gujarat Rain Alert: ગુજરાતમાં ચોમાસાની જબરદસ્ત એન્ટ્રી થઈ ગઈ છે. બિપરજોય વાવાઝોડા બાદ વરસાદ રોકાયો હતો પણ એકાએક વરસાદની એન્ટ્રી થતાં રાજ્યના નદીનાળા અને જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. બીજી તરફ વરસાદને લીધે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે.

આ દરમિયાન, IMDના અધિકારીએ વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ચાલુ સપ્તાહ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના છે. 7 જુલાઈથી 9મી જુલાઇ દરમ્યાન અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જીલ્લામાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.

અમદાવાદમાં 7 અને 8 જુલાઈએ ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. આ વિસ્તારોમાં પૂર્વ પશ્ચિમ ટ્રફ વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં 7 અને 8 જુલાઈએ ભારે વરસાદ થઈ શકે છે. 

આ પણ વાંચો… Hospital and Patient Care Improvement Mission: હવે સરકારી હોસ્પિટલમાં દર્દી અને સગાઓને સરળતાથી ઉપલબ્ધ બનશે સેવા-સુવિધાઓની માહિતી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો