Rain 1

Gujarat Rain Forecast: ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, વાંચો વિગત

Gujarat Rain Forecast: હવામાન વિભાગના મતે 10 અને 11 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસશે.

ગાંધીનગર, 08 સપ્ટેમ્બરઃ Gujarat Rain Forecast: ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે, ગુરુવારથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના અનુસાર પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બનતા વરસાદનું જોર વધશે. હવામાન વિભાગના મતે 10 અને 11 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસશે.

આ પણ વાંચોઃ Pak included in Super Four of Asia Cup T20 tournament: પાકિસ્તાન એશિયા કપ ટી20 ટુર્નામેન્ટની સુપર ફોરમાં સામેલ, હાર બાદ અફઘાનના ફેન્સે પાકના ફેન્સ સાથે મારપીટ કરી

સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે. તો દક્ષિણ ગુજરાતના સુરત,નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 102 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતા જણાવ્યું હતું કે આવતીકાલ (બુધવાર)થી આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ તથા અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ MatruMilan project 2022: મેળામાં ખોવાઈ જતા બાળકોને QR Scan Code ની મદદથી તેમના માતા-પિતા સુધી પહોંચાડવા માટે “માતૃમિલન પ્રોજેક્ટ”નો પ્રારંભ

Gujarati banner 01