Pak included in Super Four of Asia Cup T20 tournament

Pak included in Super Four of Asia Cup T20 tournament: પાકિસ્તાન એશિયા કપ ટી20 ટુર્નામેન્ટની સુપર ફોરમાં સામેલ, હાર બાદ અફઘાનના ફેન્સે પાકના ફેન્સ સાથે મારપીટ કરી

Pak included in Super Four of Asia Cup T20 tournament: મેચ બાદ સ્ટેન્ડ્સનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે અફઘાનિસ્તાનના ફેન્સ તોડફોડ કરી રહ્યા છે

સ્પોર્ટ્સ ડેસ્ક, 08 સપ્ટેમ્બરઃPak included in Super Four of Asia Cup T20 tournament: પાકિસ્તાને એશિયા કપ ટી20 ટુર્નામેન્ટની સુપર ફોરની બુધવારે રમાયેલી મેચમા અફઘાનિસ્તાનને એક વિકેટથી હરાવીને ફાઈનલની ટિકિટ પાકી કરી લીધી. આ મેચની છેલ્લી ઓવરોમાં ખુબ તણાવ જોવા મળ્યો. ખેલાડીઓ એકબીજા સાથે મેદાન પર ભીડી ગયા. એટલું જ નહીં આ મેચ પૂરી થયા બાદ સ્ટેન્ડ્સમાં પણ ભારે બબાલ  જોવા મળી. આ હાર બાદ અફઘાનિસ્તાનના ફેન્સે પાકિસ્તાનના ફેન્સ સાથે મારપીટ પણ કરી. 

આ મેચ છેલ્લે સુધી રોમાંચક રહી. ખેલાડીઓથી લઈને ફેન્સ સુધી આ મેચમાં પોતાનો કાબૂ ગુમાવી બેઠેલા જોવા મળ્યા. મેચ બાદ સ્ટેન્ડ્સનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે અફઘાનિસ્તાનના ફેન્સ તોડફોડ કરી રહ્યા છે. આ લોકો ખુરશીઓ ઉઠાવીને ફેંકતા જોવા મળે છે. આ ઉપરાંત મેદાન બહાર પાકિસ્તાની ફેન્સ ઉપર પણ અફઘાની લોકોએ હુમલો કર્યો.

આ પણ વાંચોઃ MatruMilan project 2022: મેળામાં ખોવાઈ જતા બાળકોને QR Scan Code ની મદદથી તેમના માતા-પિતા સુધી પહોંચાડવા માટે “માતૃમિલન પ્રોજેક્ટ”નો પ્રારંભ

ફેન્સ ઉપરાંત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના  ખેલાડીઓ પણ પરસ્પર ભીડી ગયા. વાત જાણે એમ બની કે આ બધી બબાલનું મૂળ 19મી ઓવરમાં જોવા મળ્યું. જ્યાં પાંચમા બોલે પાકિસ્તાનના બેટર આસિફ અલી અફઘાની બોલર ફરીદ અહેમદના બોલ પર મોટો શોટ રમવાના ચક્કરમાં કેચ આઉટ થઈ ગયા. ફરીદ અહેમદે ત્યારબાદ આસિફ અલી તરફ આક્રમક અંદાજમાં ઉજવણી કરી. ત્યારબાદ ફરીદ અહેમદની ઉજવણીના અંદાજથી ગુસ્સે થઈને પાકિસ્તાનના બેટર આસિફ અલીએ પહેલા તો બોલરને ધક્કો માર્યો અને ત્યારબાદ પોતાનું બેટ પણ દેખાડ્યું. આસિફ અલીએ બેટ ઉઠાવ્યું તો અફઘાનિસ્તાનના બીજા ખેલાડીઓએ વચ્ચે પડીને તેમને રોક્યા. 

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની આ જીત સાથે જ અફઘાનિસ્તાનની સાથે સાથે ભારતીય ટીમની પણ ફાઈનલમાં પહોંચવાની આશાનો લગભગ અંત આવી ગયો છે. પાકિસ્તાનને જીત માટે મળેલો 130 રનનો લક્ષ્યાંક 19.2 ઓવરમાં નવ વિકેટે મેળવી લીધો. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 129 રન કર્યા અને પાકિસ્તાનની ટીમને જીત માટે 130 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં પાકિસ્તાનની ટીમે 19.2 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 131 રન કર્યા. 

આ પણ વાંચોઃ World Physiotherapy Day 2022: આજે ‘વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે’ નિમિત્તે જાણીએ ઓસ્ટીઓઆર્થરાઈટીસને અને સમજીએ ફીઝિયોથેરાપીનું મહત્વ

Gujarati banner 01