Apple Event

Apple Event માં કંપની iPhone 14 સિરીઝ,એપલ વોચ અને નવા AirPods પણ લોન્ચ થયા

Apple Event: એપલ ઈવેન્ટમાં આઈફોન 14ની કિંમત 799 ડોલર (ભારતમાં લગભગ 63 હજાર) તો આઈફોન 14 પ્રોની કિંમત 899 ડોલર છે. 

બિઝનેસ ડેસ્ક, 08 સપ્ટેમ્બરઃApple Event: વિશ્વની દિગ્ગજ કંપની એપલે પોતાની ઈવેન્ટમાં આઈફોન-14, એપલ વોચ 8 અને એરપોડ્સને લોન્ચ કરી લીધા છે. એપલ-14માં જૂની ડિઝાઇન અને પ્રોસેસર જોવા મળશે. પરંતુ કંપનીનો આઈફોન-14 5જી હશે. તો આઈફોનમાં સિમ કાર્ડ સ્લોટ હશે નહીં. કંપનીએ આઈફોનમાં ઘણા નવા ફીચર્સ એડ કર્યાં છે. 

આઈફોન 14ની કિંમત
એપલ ઈવેન્ટમાં આઈફોન 14ની કિંમત 799 ડોલર (ભારતમાં લગભગ 63 હજાર) તો આઈફોન 14 પ્રોની કિંમત 899 ડોલર છે. 

સેટેલાઇટ ફીચર અમેરિકા અને કેનેડા માટે
સેટેલાઇટ ફીચર અમેરિકા અને કેનેડા માટે છે, ભારતમાં આ ફીચર મળશે નહીં. નવેમ્બરથી આ ફીચર અમેરિકા અને કેનેડામાં મળશે. બે વર્ષ સુધી ફ્રી રહેશે, ત્યારબાદ પૈસા ચુકવવા પડશે. 

iPhone 14 માં મળશે સેટેલાઇટ ફીચર
જે જગ્યાઓ પર સેલ્યૂલર ટાવર નથી ત્યાં ફોનનું આ ફીચર કામ આવશે. તેને ખાસ કરીને રિમોટ એરિયા અને ઇમરજન્સી સિચુએશન માટે લાવવામાં આવ્યું છે. આ ફીચર હેઠળ સિમ કાર્ડ વગર સેટેલાઇટથી કોલિંગ કરી શકાશે. 

આ પણ વાંચોઃ Gujarat Rain Forecast: ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, વાંચો વિગત

iPhone 14 માં નહીં મળે સિમ કાર્ડ સ્લોટ
આ વખતે કંપનીએ iPhone 14 ની સાથે સિમ કાર્ડ સ્લોટ હટાવી લીધુ છે. પરંતુ આ અમેરિકા માટે હશે, ભારતીય મોડલ્સમાં સિમ કાર્ડ સ્લોટ આપવામાં આવી શકે છે. આઈફોન 14 માત્ર ઈ સિમ પર કામ કરશે. 

જૂની ડિઝાઇન, જૂનું પ્રોસેસર, પરંતુ નામ નવું: iPhone 14
જૂની ડિઝાઇન અને જૂના પ્રોસેસરની સાથે એપલે iPhone 14 લોન્ચ કર્યો છે. ટ્વિટર પર મીમ્સ શરૂ થઈ ગયા છે. ઘણા લોકો ટિમ કુકને મિસ કરી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે હવે એપલમાં ઇનોવેશન રહ્યું નથી. કારણ કે ઘણા વર્ષથી કંપની એક ડિઝાઇનના ફોન લોન્ચ કરી રહી છે. 

iPhone 14 માં જૂનું પ્રોસેસર
iPhone 14 માં A15 Bionic ચિપસેટ આપવામાં આવ્યું છે. આ પ્રોસેસર આઈફોન 13માં પણ આપવામાં આવતું હતું, પરંતુ કંપનીનું કહેવું છે કે આ પ્રોસેસરમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલનો કેમેરો છે. 

Everything Apple announced at the iPhone 14 event | Mashable

Apple AirPods લોન્ચ
Apple AirPods લોન્ચ કરવામાં આવ્યા છે. ડિઝાઇનમાં કોઈ ખાસ ફેરફાર નથી. Apple AirPods Pro પણ જોવામાં જૂના એરપોડ્સ જેવા લાગી રહ્યાં છે. ઓડિયો ક્વોલિટી અને બેટરી સારી છે, ડિઝાઇનમાં ફેરફાર નથી. 

30 કલાકનું બેટરી બેકઅપ, 6 કલાક લિસ્નિંગ ટાઇમ
AirPod Pro ની સાથે આ વખતે ટોટલ 30 કલાકની બેટરી લાઇફ મળશે, જ્યારે કેસ વગર 6 કલાકનું બેકઅપ મળશે. તેને મેગસેફથી પણ વાયરલેસલી ચાર્જ કરી શકાય છે. 

એપલ વોચ સિરીઝ 8 ડિઝાઇન
Apple Watch Series 8 ઓલવેઝ ઓન ડિસ્પ્લે સાથે આવે છે. તે ખૂબ જ સ્ટાઇલિશ અને અદ્ભુત દેખાઈ રહી છે. તે પાણી અને ધૂળમાં પણ બગડે તેમ નથી. વોચ સિરીઝ 7ની જેમ ઘણા મોડ ઉપલબ્ધ છે, જે તમને ફિટ રાખશે. ટેમ્પરેચર સેન્સર સાથે વોચ સીરીઝ 8 સીરીઝ લોન્ચ કરવામાં આવી છે.

એપલ વોચ સીરીઝ 8 ફીચર્સ
Apple Watch Series 8માં જે નવું ફીચર આવ્યું છે તે કાર ક્રેશ ડિટેક્શન છે. તેના મારફતે તમને દુર્ઘટનાથી બચાવી શકે છે. તે દમદાર બેટરી સાથે આવે છે. આ વખતે આમાં લો પાવર મોડ ઉપલબ્ધ છે. ફુલ ચાર્જ થવા પર તે 36 કલાક સુધી ચાલશે. વૉચ સિરીઝ 8ને વિદેશમાં આંતરરાષ્ટ્રીય રોમિંગ સપોર્ટ મળશે. જેની કિંમત ઘણી ઓછી હશે. એટલે કે એપલ વોચ વિદેશ પ્રવાસ દરમિયાન કામમાં આવવાની છે. તેને સિલ્વર, ગોલ્ડ અને ગ્રાફેડ કલરમાં રજૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Pak included in Super Four of Asia Cup T20 tournament: પાકિસ્તાન એશિયા કપ ટી20 ટુર્નામેન્ટની સુપર ફોરમાં સામેલ, હાર બાદ અફઘાનના ફેન્સે પાકના ફેન્સ સાથે મારપીટ કરી

Gujarati banner 01