Gujarati Couple

Gujarati Couple Release from Iran: ઈરાનમાં ફંસાયેલા પટેલ દંપતિનો હેમખેમ છુટકારો? વાંચો સમગ્ર મામલો…

Gujarati Couple Release from Iran: વિદેશી એજન્ટોએ ઈરાનના તહેરાન કે અઝેરબૈજાનમાં છ ભારતીય દંપતીઓને બંધક બનાવ્યા: સૂત્ર

અમદાવાદ, 20 જૂનઃ Gujarati Couple Release from Iran: ગેરકાયદેસર અમેરિકા જવાની લાલસામાં ઈરાનમાં અપહરણ કરાયેલા અમદાવાદના પટેલ દંપતિનું હેમખેમ છુટકારો થયા હોવાના એહવાલ મળી રહ્યા છે. સૂત્રોથી માહિતી મુજબ, પીડિત પંકજ પટેલે ગઈ મોડી રાત્રે પોતાના પિતા ભરત પટેલને ફોન કરીને જણાવ્યું હતું કે તેઓ સુરક્ષિત છે અને ઈરાનથી ફ્લાઇટમાં તુર્કી જઈ રહ્યા છે. ત્યાંથી તેઓ મુંબઈ પહોંચશે.

ગુજરાતી સાથે છહ દંપતિઓને બનાવ્યા હતા બંધક

અમેરિકા જવા નીકળેલું ગુજરાતી દંપતી હૈદરાબાદમાં આઠ દિવસ રોકાયા બાદ અન્ય પાંચ કપલ સાથે ઈરાન ગયું હતું. ભારતીય એજન્ટો સાથે રૂપિયાના મામલે વિવાદ થતા વિદેશી એજન્ટોએ ઈરાનના તહેરાન કે અઝેરબૈજાનમાં છ ભારતીય દંપતીઓને બંધક બનાવ્યાની વિગતો સૂત્રો પાસેથી મળી છે.

આ છે સમગ્ર મામલો…

ગેરકાયદે રીતે અમેરિકા જવાની લાલચમાં એક પટેલ દંપતિનું અપહરણ કરીને તેમના પર અમાનુષી અત્યાચાર ગુજારીને તેમના પરિવારજનો પાસેથી ખંડણી માંગવામાં આવી છે. પરિવારજનોને મોકલવામાં આવેલા એક વીડિયોમાં પકંજ પટેલ ની પીઠ પર બ્લેડ વડે કાપા કરીને લોહી કાઢવામાં આવી રહ્યુ છેં અને પકંજ પટેલ વીડિયોમાં એમ કહી રહ્યા છે કે આ લોકોને પૈસા મોકલો નહીંતર અમને મારી નાખશે. આ સમગ્ર બાબતની જાણ પકંજ પટેલના સગા ભાઈ સંકેત પટેલ દ્વારા કૃષ્ણનગર પોલીસ સતાવાડાઓને કરવામાં આવી છે. અને તેમના ભાઈ-ભાભીને છોડાવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

નવા નરોડામાં રહેતા સંકેત પટેલે એક ન્યૂજ પોર્ટલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમના ભાઈ-ભાભી ગાંધીનગર સરગાસણ ખાતેના એક એજન્ટ દ્વારા એક કરોડ 15 લાખમાં ગેરકાયદે અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. જોકે સંકેત પટેલના કહેવા પ્રમાણે એજન્ટને એડવાન્સમાં એક રૂપિયો પણ આપવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે એજન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમને પહેલા હૈદરાબાદ લઈ જવામાં આવશે. ત્યાંથી બીજો એજન્ટ તેમને વાયા, દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલશે.

જોકે અમેરિકા જવાના બદલે ઈરાનમાં તેમનું અપહરણ થયું હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. તેમના પરિવારજનોને જે વીડિયો ક્લિપ મોકલવામાં આવી છે તેમાં શરૂઆતમાં પકંજ પટેલ અને તેમના પત્ની કોઈ હોટલમાં સ્વીમિંગ પૂલની નજીક ઉભા છે અને અમેરિકા જઈ રહ્યા છે એમ કહે છે. બીજા વીડિયોમાં પકંજ પટેલ વસ્ત્રહીન દશામાં છે અને પોતાના ઉપર અત્યાચાર થઈ રહ્યાનું કહે છે. એક અન્ય વીડિયોમાં બાથરૂમમાં તેમને ઉંધા સુવડાવીને તેમના પીઠ પર બ્લેડ વડે ઉપરાઉપરી કાપા કરવામાં આવી રહ્યા છે અને તેમાંથી લોહી નીકળી રહ્યું છે.

વીડિયોમાં પકંજ પટેલ રડતા રડતા કહે છે કે તેમને પૈસા મોકલો. આ પ્રકારના વીડિયો જોઈને પરિવારજનો આઘાત પામ્યા હતા અને જ્યારે એજન્ટ અભય રાવલનો સંપર્ક કર્યો ત્યારે એમ કહ્યું કે, તેમને પૈસા મોકલવા પડશે. સંકેત પટેલે કહ્યું કે એક વક્ત 4 લાખ અને બીજી વખત સાડા ત્રણ લાખ આંગડિયા મારફતે મોકલવામાં આવ્યા છે. જે મુંબઈના મલાડ અને અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે રવિવારે કૃષ્ણનગર પોલીસ મથકે મિત્રોને સાથે લઈને ગયા હતા અને ફરજ પરના પી.આઈ. ચૌહાણને ઓડિયો, વીડિયો, એજન્ટનું નામ, સરનામું સહિત તમામ માહિતી આપી હતી. પી.આઈએ આ તમામ હકીકતો ડાયરીમાં નોધી હતી અને સંકેત પટેલના કહેવા પ્રમાણે પીઆઈને મળ્યા બાદ ક્રાઇમ બ્રાંચમાંથી કેટલાક પોલીસવાળા એમને મળવા આવ્યા હતા. તેમણે કહ્યું કે, તેમના ભાઈને જે લોહીલુહાણ કરવામાં આવ્યા છે તેનો ઓડિયા અને વીડિયો તેમને વ્હાટ્સએપ સ્ટેટસમાં મુક્યું હતું, જેથી તેમને મદદ મળી શકે. તેમણે કહ્યું કે, તેઓ અત્યારે એફઆઈઆર નોધાવા જઈ રહ્યા છે. જે કાયદે અમેરિકા જવા થનગને છે એમના માટે આ કિસ્સો ચોંકવાનારો છે.

એજન્ટ તેમને અડધે રસ્તે લઈને છોડી મુકે છે. અને ત્યાંના સ્થાનિક ગુંડા તત્વો કદાચ એજન્ટ સાથે મળેલા હોય તેમ તેમનું અપહરણ કરીને આ રીતે અત્ચાચારો ગુજારવામાં આવે છે. જોકે સંકેત પટેલ એમ કહે છે કે, એક કરોડ 15 લાખમાં જે સૌદો નક્કી થયો હતો તેમાંથી એક રૂપિયો પણ એજન્ટને એડવાન્સમાં આપ્યો નથી. આ સમગ્ર હકીકત ખૂબજ ભયાનક, ખતરનાક અને બે નંબરથી વિદેશ જવા માંગનારા માટે આંખ ઉઘાડનાર સમાન છે.

પાકિસ્તાની એજન્ટે ત્રણેયને બંધક બનાવી

થોડા સપ્તાહ પૂર્વે ગેરકાયેદસર રીતે જવા માટે ગાંધીનગરના એક એજન્ટ અભય રાવલ નો સંપર્ક કર્યો હતો. વાયા વાયા અમેરિકામાં પટેલ દંપતીને ઘૂસણખોરી કરાવવા માટે એજન્ટ અભય રાવલે હૈદરાબાદના એજન્ટ શાકીબ નો સંપર્ક કર્યો અને શાકીબે અન્ય એક એજન્ટનો સંપર્ક કરી ડીલ ફાઈનલ કરી. પટેલ દંપતીને અમેરિકા મોકલવા માટે જુહાપુરાના ટ્રાવેલ એજન્ટ માજીદ ખોખરે એર ટિકિટ બુક કરી અને ગત 2 જૂનના રોજ દંપતી હૈદરાબાદ પહોંચ્યું.

12 જૂન સુધી હૈદરાબાદમાં રોકાણ કરનારા દંપતીની સાથે એજન્ટ શાકીબનો ભાઈ પણ USA જવા જોડાયો હતો. હૈદરાબાદથી વાયા ઈરાન થઈને અમેરિકા જવા નીકળેલા પટેલ દંપતી સહિત ત્રણ જણા તહેરાન એરપોર્ટ ખાતે ઉતરતા તેમને પાકિસ્તાની એજન્ટ એક હોટલમાં લઈ ગયો હતો.

પંકજ પટેલ અને તેમની પત્ની તેમજ એજન્ટ શાકીબનો ભાઈ ઈરાન પહોંચ્યા ત્યારબાદ પાકિસ્તાની એજન્ટે ત્રણેયને બંધક બનાવી લીધા છે. તહેરાનમાં કોઈ સ્થળે બંધક બનાવીને દંપતી સહિત ત્રણેય લોકોને ડરાવી પાકિસ્તાની એજન્ટે તેના સાગરીતો સાથે મળી યાતના આપવાનું શરૂ કર્યું છે.

પ્રથમ પંકજ પટેલનો અર્ધનગ્ન અવસ્થામાં વીડિયો બનાવ્યા બાદ પીઠમાં બ્લેડના સંખ્યાબંધ ચીરા મારીને આ ફૂટેજ અપહ્યુતના પરિવારજનોને મોકલવામાં આવ્યા છે. બંધકોને છોડવા માટે પાકિસ્તાની શખ્સે લાખો રૂપિયાની ખંડણી માગી છે અને જો ના મળે તો તેમની અતિ ગંભીર હાલત કરવાની પણ ધમકી આપી છે.

રથયાત્રામાં વ્યસ્ત પોલીસ

યુવક પંકજ પટેલના વીડિયો મળતા તેમના પરિવારજનોએ શરૂમાં એજન્ટ અભય રાવલનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો સંપર્ક થયો ન હતો. વીડિયો જોઈને ધ્રુજી ઉઠેલા પરિવારજનોએ 18 જૂન રવિવારે રાતે કૃષ્ણનગર પોલીસનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

દરમિયાનમાં મામલાની જાણ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ને થતાં તે હરકતમાં આવી હતી. ક્રાઈમ બ્રાંચ હરકતમાં આવતા એજન્ટ અભય રાવલે 15 લાખ જેટલી રકમ પાકિસ્તાની અપહરણકારને મોકલી આપવા આંગડીયા થકી હવાલા કર્યા છે.

આ પણ વાંચો…. Cheating with Rashmika Mandana: નેશનલ ક્રશ રશ્મિકા મંદાના સાથે થઈ આટલા લાખની છેતરપિંડી, વાંચો વિગતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો