Gyanendra Vishwakarma

Gyanendra Vishwakarma: પાર્ટીની પ્રગતિ માટે કામ કરીશઃ જ્ઞાનેન્દ્ર વિશ્વકર્મા

Gyanendra Vishwakarma: જ્ઞાનેન્દ્ર વિશ્વકર્માની રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ પદે નિમણૂક

અમદાવાદ, 24 જાન્યુઆરીઃ Gyanendra Vishwakarma: રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભારત સરકારના કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી પશુપતિ કુમાર પારસએ જ્ઞાનેન્દ્ર વિશ્વકર્માને પક્ષના ગુજરાત પ્રદેશ પ્રમુખ પદની જવાબદારી અને આગામી લોકસભા ચૂંટણી 2024 માટેની જવાબદારી સોંપેલ છે.

નિયુક્તિ બાદ પ્રથમ પત્રકાર પરિષદમાં જ્ઞાનેન્દ્ર વિશ્વકર્માએ કહ્યું કે, સાથી પક્ષ તરીકેની જવાબદારી નિભાવવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ પશુપતિ કુમાર પારસના નિર્દેશોનું પાલન કરી એન.ડી.એ. (નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ) કેન્દ્ર સરકાર સાથે રહીને કામ કરીશું.

ગુજરાત સહિત બિહાર, ઉત્તર પ્રદેશમાં જ્યાં પણ રાષ્ટ્રીય સ્તરે કોઈ સમજૂતિ સાથે ત્યાં પક્ષ અને સાથી પક્ષોના સહકાર માટેની જે જવાબદારી મને સોંપવામાં આવશે તે દેશના વિકાસ માટે નિભાવી લોકસભા 2024માં એન.ડી.એ. ની સરકાર બનાવવા માટે કામ કરીશું.

આ પણ વાંચો…. Exam Pay Discussion 2024: રાષ્ટ્રવ્યાપી ચિત્ર સ્પર્ધામાં 60,000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો