Hardik Patel speech e1623663119964

હાર્દિક પટેલ(hardik patel)નું મોટુ નિવેદન, કહ્યું- જનતા માટે અમે સરકારની મદદ કરવા તૈયાર, વાંચો વધુમાં શું કહ્યું..

કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે (hardik patel) સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રીને અપીલ કહ્યું કે, કોવિડના કામમાં કોંગ્રેસના નેતાઓ કામ કરવા તૈયાર

અમદાવાદ, 17 એપ્રિલઃ ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યાં છે, તેવી સ્થિતિમાં ગુજરાત કોંગ્રેસ પણ મદદે આગળ આવી છે. ગુજરત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને કોંગ્રેસ દ્વારા રાજ્યમાં એન્ટીજન ટેસ્ટ માટેના કેન્દ્રો ખોલવા મંજૂરી આપવા માંગ કરી છે. સાથે જ કોંગ્રેસ દ્વારા પોતાના કાર્યાલયોમાં કોવિડ સેન્ટર શરૂ કરવાની પણ ઓફર કરાઈ છે. આ વચ્ચે કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે (hardik patel) સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રીને અપીલ કરીને કહ્યું કે, કોવિડના કામમાં કોંગ્રેસના નેતાઓ કામ કરવા તૈયાર છે.

હાર્દિકે(hardik patel) લખ્યુ કે, શ્રી વિજયભાઈ રૂપાણી ( મુખ્યમંત્રી, ગુજરાત ) હું આપને વિનંતી કરું છું કે કોરોના મહામારીમાં ગુજરાતની જનતાને બચાવો અને તેમની મદદ કરો. ગુજરાતમાં અમારી પાર્ટી કોંગ્રેસ પાસે ૬૫ ધારાસભ્યો છે તો અમને પણ કામ બતાઓ જેથી અમે જનતાના હિત માટે સરકારની મદદ કરી શકીએ. આવી અણધારી મહામારી માં સરકાર અને વિપક્ષે સાથે મળીને જનતાનું કામ કરવું જોઈએ, સરકાર અમને અને અમારા ધારાસભ્યોને જે પણ આદેશ આપશે સાથે મળીને લોકોનું કામ કરીશ. લોકો ખુબ જ તકલીફમાં છે અભિમાન છોડો અને જનતાનું વિચારો. 

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે, તાજેતરમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં રાજ્યમાં એન્ટીજન ટેસ્ટ માટેના કેન્દ્રો ખોલવા કોંગ્રેસને મંજુરી આપવા માંગ કરી હતી. તેમણે કહ્યું કે, સરકાર કાયદાકીય અને વહીવટી મંજુરી આપે તો કોંગ્રેસ એન્ટીજન ટેસ્ટના કેન્દ્ર શરૂ કરવા તૈયાર છે. સરકાર દ્વારા ઊભા કરાયેલા એન્ટીજન ટેસ્ટના કેન્દ્રો અપૂરતા છે. રાજ્યમાં વધી રહેલા કેસ સામે કેન્દ્રો ઓછા હોવાથી મોડા નિદાનને કારણે દર્દીને તકલીફો થઈ રહી છે. સરકાર કોંગ્રેસની અપીલ સ્વીકારે તો ગુજરાતની પ્રજાના હિતમાં સહિયારો પ્રયાસ થઇ શકે છે. 

hardik patel

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા કોવિડ હેલ્પલાઇન શરૂ કરાઈ છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા કોરોનાકાળમાં લોકોને મદદ કરવા માટે તેમજ દર્દીઓને માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર 9099902255 શરૂ કર્યો છે. સાથે જ કોંગ્રેસ કાર્યાલયને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવા પણ સરકારને ઓફર રી છે. કોંગ્રેસે કહ્યુ કે, 5૦ બેડની મંજુરી આપો. 

આ પણ વાંચો…

લોકડાઉનમાં કરોડો લોકોનો રિયલ હિરો બનનાર સોનુ સૂદ(sonu covid positive) થયો કોરોના સંક્રમિત, આ રીતે ફેન્સને આપી જાણકારી