Harsh Sanghvi’s uncle murder: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કાકાની સુરતમાં થઈ હત્યા, વાંચો શું છે મામલો?

Harsh Sanghvi’s uncle murder: લિફ્ટમાં અવર-જવરને લઈ બે પાડોશી વચ્ચે થયેલા ઝઘડામાં હત્યા

અમદાવાદ, 06 ફેબ્રુઆરીઃ Harsh Sanghvi’s uncle murder: સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની હત્યાની ઘટના સામે આવી છે. અડાજણ રતન પાર્ક એપાર્ટમેન્ટમાં લિફ્ટમાં અવર-જવરને લઈ બે પાડોશી વચ્ચે થયેલા ઝઘડામાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઘટનાની જાણ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માતા-પિતા ગાંધીનગરથી સુરત આવવા રવાના થયા હતા.

સુરતના અડાજણ વિસ્તારના રતન પાર્કમાં રહેતા મહેશભાઈ સંઘવી (ઉંમર 63 વર્ષ) ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકા થાય છે. તેઓ સુરતમાં ડાયમંડના વ્યવસાય સાથે જોડાયેલા છે. શનિવારે તેઓ પોતાની દીકરી સાથે ખરીદી કરવા નીકળ્યા હતા. તે સમયે તેમનો કમલેશ મહેતા નામનો પાડોશી લિફ્ટમા ઉપર આવ્યો હતો. બંને વચ્ચે લિફ્ટને લઈને બોલાચાલી થઈ હતી. લિફ્ટમાં ઉપર આવી રહ્યા હતા. ત્યારે બોની કમલેશ મહેતા નામના ઈસમ યુવાન સાથે કોઈ વાત ઉપર બોલાચાલી થઈ હતી.

આ પણ વાંચોઃ Lata Ji wrote a letter to pm modi’s mother: જ્યારે નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન બન્યા ત્યારે લતા મંગેશકરે હીરાબાને લખ્યો હતો પત્ર- વાંચો વિગત

કમલેશ મહેતાએ મહેશભાઈના નાકના ભાગે મુક્કો મારતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. ગંભીર હાલતમા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનુ મોત નિપજ્યુ હતું.

ઘટનાની જાણ રાંદેર પોલીસને કરાતા પોલીસે હત્યાની કલમ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માતા-પિતા ગાંધીનગરથી સુરત આવવા રવાના થયા હતા.

Gujarati banner 01