she said i do not want to be born again as lata mangeshkar

she said i do not want to be born again as lata mangeshkar: આગલા જન્મમાં નથી બનવુ લતા મંગેશકર, વાંચો શા માટે આપ્યું હતું લતા દીદીએ આ નિવેદન

she said i do not want to be born again as lata mangeshkar: જાવેદ અખ્તરે લતાજીના આ નિવેદન પાછળના દર્દનો ખુલાસો કરતા કહ્યુ હતુ કે, લતાજીએ પોતાના જીવનમાં બહુ તકલીફો સહન કરી હતી અને તેના કારણે લતાજી ફરી લતા મંગેશકર તરીકે જન્મ લેવામાં ડરતા હતા

બોલિવુડ ડેસ્ક, 06 ફેબ્રુઆરીઃ she said i do not want to be born again as lata mangeshkar: સંગીત અને સૂરનો પર્યાય બની ચુકેલા ભારત રત્ન લતા મંગેશકરની ખોટ ક્યારેય નહીં પુરાય. જોકે લતા મંગેશકરે એક વખત ઈન્ટરવ્યૂમાં આશ્ચર્યજનક નિવેદન આપીને કહ્યુ હતુ કે, હું આવતા જન્મમાં લતા મંગેશકર તો બનવા માંગતી જ નથી.

જાવેદ અખ્તરે લતાજીના આ નિવેદન પાછળના દર્દનો ખુલાસો કરતા કહ્યુ હતુ કે, લતાજીએ પોતાના જીવનમાં બહુ તકલીફો સહન કરી હતી અને તેના કારણે લતાજી ફરી લતા મંગેશકર તરીકે જન્મ લેવામાં ડરતા હતા.તેમના પિતા દીનાનાથ મંગેશકર એક જાણીતા સંગીતકાર અને અભિનેતા હતા.તેમણે બનાવેલી ત્રણ ફિલ્મો ફ્લોપ રહી હતી અને તેના કારણે આ પરિવાર ઘર વેચીને પૂણે આવી ગયો હતો.1943માં દીનાનાથ મંગેશકરનુ મોત થયુ હતુ.ત્યારે લતાજીની વય 14 વર્ષની હતી.પાંચ ભાઈ બહેનોમાં સૌથી મોટા હોવાના કારણે ઘરનો ભાર તેમના પર આવી ગયો હતો.

તે સમયે પ્લે બેક ગીતોનુ ચલણ નહોતુ.નાના મોટા રોલ મળતા હતા.10 વર્ષે તો લતાજી સ્ટેજ પર ગાતા હતા અને તેમાંથી થતી કમાણીમાંથી ઘર ચાલતુ હતુ.

આ પણ વાંચોઃ Harsh Sanghvi’s uncle murder: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કાકાની સુરતમાં થઈ હત્યા, વાંચો શું છે મામલો?

જાવેદ અખ્તરે કહ્યુ હતુ કે, લતાજીએ જિંદગીમાં બધા જ દુખ જોયા હતા.1943માં લતાજીએ પહેલુ ગીત ગાયુ હતુ અને તેના શબ્દ હતા કે, હિન્દુસ્તાનવાલો અબ તો મુજે પહેચાનો…અને એ પછી લતાજીને આખી દુનિયા થોડા વર્ષોમાં ઓળખતી થઈ હતી.1945માં આ પરિવાર પૂણેથી મુંબઈ આવ્યો હતો.તે સમયે માસ્ટર વિનાયકની મદદથી આ પરિવારને નાનુ ઘર રહેવા મળ્યુ હતુ.જોકે માસ્ટર વિનાયકનો પણ દેહાંત થયો હતો અને લતાજીનો પરિવાર ફરી મુશ્કેલીમાં મુકાયો હતો.

એ પછી લતાજીની મુલાકાત માસ્ટર ગુલામ હૈદર સાથે થઈ હતી.લતાજીને માસ્ટર ગુલામ હૈદરે તે સમયના મોટા પ્રોડ્યસર મુખરજી સાથે મુલાકાત કરાવી હતી.લતાજીનો અવાજ મુખરજીએ રિજેક્ટ કરી દીધો હતો.

1948માં મજબૂર ફિલ્મમાં જ્યારે લતાજીને ગાવાનો મોકો મળ્યો ત્યારે તેમના અવાજે બધાને ચોંકાવી દીધા હતા.1960માં લતાજીએ લંડનના જાણીતા રોયલ આલ્બર્ટ હોલમાં ગાયુ હતુ.તેમનો પરિચય દિલિપ કુમારે કરાવ્યો હતો અને એ પછી લતાજીએ ક્યારેય પાછળ વળીને જોયુ નહોતુ.

Gujarati banner 01