Lata Ji wrote a letter to pm modis mother

Lata Ji wrote a letter to pm modi’s mother: જ્યારે નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન બન્યા ત્યારે લતા મંગેશકરે હીરાબાને લખ્યો હતો પત્ર- વાંચો વિગત

Lata Ji wrote a letter to pm modi’s mother: એક વખત રક્ષાબંધન વખતે લતાદીદીએ વડાપ્રધાન પાસેથી વચન માગ્યું હતું કે, તેઓ હંમેશા ભારતને ઉપર લઈ જશે

નવી દિલ્હી, 06 જાન્યુઆરીઃ Lata Ji wrote a letter to pm modi’s mother: મહાન ગાયિકા લતા મંગેશકરના અવસાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, હું શબ્દોની પીડાથી પરે છું. લતા દીદી આપણને છોડીને જતા રહ્યા. લતા દીદીના જવાથી દેશમાં એક એવો ખાલીપો સર્જાયો છે જેને ભરી નહીં શકાય. ભાવિ પેઢીઓ યાદ કરશે કે, લતા મંગેશકર કેટલા મોટા કલાકાર હતા, જેમના અવાજમાં લોકોને મોહિત કરવાની શક્તિ હતી. આ સાથે જ વડાપ્રધાને પોતાને લતા દીદી તરફથી હંમેશા સ્નેહ મળ્યો હોવાનું પણ લખ્યું હતું. 

વડાપ્રધાન મોદી અને લતા મંગેશકર વચ્ચે ભાઈ-બહેન જેવું જોરદાર બોન્ડિંગ હતું. એક વખત રક્ષાબંધન વખતે લતાદીદીએ વડાપ્રધાન પાસેથી વચન માગ્યું હતું કે, તેઓ હંમેશા ભારતને ઉપર લઈ જશે. સૂર સામ્રાજ્ઞીનું અવસાન વડાપ્રધાન મોદી માટે એક ખૂબ મોટી અંગત ક્ષતિ પણ છે. 

2013માં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે લતા મંગેશકરે પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન પોતે મોદીને વડાપ્રધાન તરીકે જોવા માગે છે તેમ કહ્યું હતું. તેમના આ નિવેદનને કારણે કોંગ્રેસ પાર્ટી રોષે ભરાઈ હતી. મુંબઈ કોંગ્રેસના તત્કાલીન ચીફ જનાર્દન ચંદુરકરે તો લતાદીદીને આપવામાં આવેલો ભારતરત્ન પાછો લેવાની વાત પણ કરી દીધી હતી. 

વડાપ્રધાન મોદી લતા મંગેશકરના જન્મદિવસ વખતે તેમને શુભેચ્છાઓ આપવાનું નહોતા ભૂલતા. તેમણે પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં લતાજી સાથેની વાતચીતનો ઓડિયો પણ સંભળાવ્યો હતો. 

content image a6c733c6 76a5 448d 8315 55fe40a5390b

વર્ષ 2019માં નરેન્દ્ર મોદી બીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા તે વખતે લતાજીએ નરેન્દ્ર મોદીના માતા હીરાબાને ગુજરાતીમાં લખેલો શુભેચ્છા પત્ર અને શાલ અર્પણ કર્યા હતા. તેમણે પોતાના મુખ્ય સહાયક મહેશ રાઠોડને ગાંધીનગર મોકલીને હીરાબાને શાલ અને શુભેચ્છા પત્ર પહોંચાડ્યા હતા. 

તેમણે પત્રમાં લખ્યું હતું કે, ‘ભગવાન શ્રી રામ ની કૃપા થી આપના સુપુત્ર અને મારા ભાઈ શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ફરીવાર પ્રધાનમંત્રી બનવા બદલ અનેક અનેક શુભકામના. આપના તેમજ શ્રી નરેન્દ્રભાઈ ના સાદગી પૂર્ણ જીવન ને વંદન. શ્રી પ્રહલાદભાઈ શ્રી પંકજભાઈ તેમજ આપના સર્વ પરિવાર ને ખુબ ખુબ શુભકામના કુશળ આરોગ્ય તથા દીર્ઘ આયુષ્ય માટે પ્રભુ ને પ્રાર્થના. હું આ પત્ર પ્રથમ વખત ગુજરાતી માં લખું છુ કઈં ભૂલ ચૂક હોય તો ક્ષમા કરશો. વંદેમાતરમ. લી. આપની દીકરી, લતા મંગેશકર.’ આ પ્રસંગે વડાપ્રધાનના ભાઈઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. 

આ પણ વાંચોઃ GTU Give 2 Option: GTUની પરીક્ષામાં ઓનલાઇન અને ઓફલાઈન એમ બે વિકલ્પ આપવા અભિયાન શરૂ- વાંચો વિગત

Gujarati banner 01