sinusitis

હેલ્થ ટિપ્સઃ શિયાળામાં શરદી-ઉધરસની સમસ્યા છે, તો અપનાવો ઘરેલુ નુસ્ખા

sinusitis

હેલ્થ ડેસ્ક,11 ડિસેમ્બરઃ શિયાળાની સિઝનમાં ગમે તેટલી કાળજી લેવામાં આવે તેમ છતા શરદી-ઉધરસ કફની સમસ્યા થાય જ છે. ઘણી વખત આ શરદી-ઉધરસ દવાઓથી પણ દૂર થતી નથી અને એક વખત સાજા થયા બાદ ફરીથી થઈ જાય છે. એવામાં આજે અમે તમને કેટલીક એવી રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવવાથી તમારી ઉધરસ એક જ વખતમાં હંમેશા માટે સારી થઈ જાય છે.

whatsapp banner 1

ઘરેલુ નુસખાઃ

  • શરદીમાં આદુની ચા પીવાની મજા જ કંઈક અલગ છે, પરંતુ મહત્તમ લોકોને એ ખબર નહી હોય કે, આદુની ચા પીવાથી શરદીના લક્ષણોને ઓછુ કરવામાં પણ મદદ મળી શકે છે. આદુમાં એન્ટી-ઈંફ્લેમેટરી ગુણ હોય છે, જે તમારા સંક્રમિત ગળાથી મહત્તમ તરલ પદાર્થને કાઢે છે.
  • કફ થયો હોય તો એક ચમચી આદુના રસમાં અડધી ચમચી મધ મિક્સ કરીને પીઓ.
  • સૂંઠ ઘી અને ગોળની ગોળી નિયમિત રીતે ખાસો તો શરદીમાં રાહત થશે.
    -મધ, સૂંઠ અને હળદર મિક્સ કરીને ખાવાથી શરદીમાં રાહત થશે.
  • હળદર મીઠાનું હુંફાળુ પાણી ગળામાં થતા દુખાવાને દૂર કરી શકે છે. એક ગ્લાસ હુંફાળામાં પાણીમાં 1-2 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર મિક્સ કરો અને ઓછામાં ઓછી 30 સેકન્ડ માટે ધીરેથી કોગળા કરો.
  • સ્વાસ્થ રહેવા માટે જરૂરી છે કે, તમે પૂરતી ઉંઘ લો. સ્વાસ્થ્યને સારુ રાખવા માટે અને ઈંફેક્શનને દૂર રાખવા માટે તમારે ઊંઘ પૂર્ણ કરવી ખૂબ જ જરૂરી છે.
  • પાણીમાં અજમો નાંખીને તેનો નાસ લો.

આ પણ વાંચો….

UPA અધ્યક્ષ પદેથી સોનિયા ગાંધી આપી શકે છે રાજીનામું! રાહુલ ગાંધીએ અધ્યક્ષ બનવાનો કર્યો સ્પષ્ટ ઇનકાર