ઐતિહાસિક રીતે બન્ને પિટિશન સાથે ચલાવીને સુનાવણી કરી નિર્ણય ટુંક સમયમાં: નરેન્દ્ર રાવત

Suprime court

સુપ્રીમ કોર્ટમાં આજરોજ નરેન્દ્ર રાવતની રીટ પિટિશનની ઓનલાઈન સુનાવણી ચીફ જસ્ટિસની કોર્ટમાં થઈ જેમાંશ્રી કપિલ સીબલે કેસની બંધારણીય ગંભીરતા બાબતે રજૂઆત કરી જેમાં સુપ્રીમ કોર્ટે કેસની ગંભીરતાને જોતાં અને જૂની પિટિશન પણ સાડા ચાર વર્ષથી પેન્ડિગ છે. તે જોતાં નામદાર ચીફ જસ્ટિસે એતિહાસિક ઓર્ડર કર્યો કે બન્ને પિટિશનને સાથે ચલાવવામાં આવશે અને તાત્કાલિક સુનાવણીની તારીખ જાહેર કરી ટૂંક જ સમયમાં ચુકાદો જાહેર કરશે..

સુપ્રીમ કોર્ટ દ્વારા અમારી બન્ને પિટિશનની બંધારણીય અધિકારોની માંગણીઓ ગંભીરતા ધ્યાનમાં લઈ ચૂંટણી પહેલા એનો ચુકાદો આપવાનો નિર્ણય ને આવકાર્યો છે.

Case Naredra rawat

નીચે કેસની વિગત છે.

Naredra Rawat

કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર રાવતે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર.રાજ્ય ચૂંટણી પંચ અને વડોદરા મહાનગરપાલિકા પર કર્યો બીજો કેસ. 2015માં કરેલો રાજ્યની મહાનગરપાલિકાઓમાં /નગરપાલિકાઓની ચૂંટણીમાં એક વોર્ડમાં એક બેઠકની માગણી સાથેની રીટ પિટિશન ની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી.શ્રી નરેન્દ્ર રાવતે ભારતના બંધારણની અનામતના અધિકારનો ભંગ સામે નામદાર કોર્ટમાં સતત બીજો કેસ કરી ઇતિહાસ સર્જ્યો ? રાજ્ય ચૂંટણી પંચ અને સરકાર દ્વારા મનસ્વી નિર્ણયો સામે સવાલો.

ગુજરાત રાજ્ય સરકારને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં વોર્ડના સીમાંકન મનસ્વી પણે કરવા સામે 2015 અને આગામી 2020ની ચૂંટણીઓમાં સત્તાવાર વાંધા સૂચનો આપ્યા હતા તેમ છતાં સરકાર અને રાજ્ય ચૂંટણી પંચે તેને ફગાવી દીધા જેમાં સરકાર ચૂંટણી જીતવાના સત્તાના ઉપયોગ કરી મનસ્વી નિર્ણયો લે છે તેની સામે 2015માં પણ બધારણનો ભગ થાય છે તેવી રજુઆત ના સંદર્ભમાં સ્પેશ્યલ લિવ પિટિશન સિવિલ 24950/2015 દાખલ કરવામાં આવેલી જેનો ચુકાદો આજ દિન સુધી પેન્ડિગ છે..અને 2015 ની જેમજ 2020ની મહાનગરપાલિકા ઓની ચૂંટણીઓમાં એજ પ્રક્રિયા નો આરંભ કરતાં અમોએ ફરીથી વારંવાર અમારી 2015નીપિટિશનની તાત્કાલિક સુનાવણી કરવા અમોએ આ વર્ષે ડિસેમ્બર 2019માં અને મહાનગરપાલિકા નાઆખરી વોર્ડની સંખ્યા,ઉમેદવારની સંખ્યા,અનામત બેઠકોની ફાળવણી બાબતનું ફાઇનલ નોટિફિકેશન 8 ઓગસ્ટ 2020 જાહેર કર્યું..તુર્તજ અમોએ નામદાર સુપ્રીમ કોર્ટમાં બીજા દિવસે- 9મી ઓગષ્ટે સરકારના આ નિર્ણય સામે સ્ટે માંગી અમારી પિટિશનની તાત્કાલિક સુનાવણીની માગણી કરતી અરજ કરી છે. પરતું એની નામદાર કોર્ટ દ્વારા આ બાબતે આજ દિન સુધી સુનાવણી થઈ નથી.

એમાં કોરોનાની મહામારીના લીધે સુપ્રીમ કોર્ટ જુના કેસોની સુનાવણી જલ્દી કરતી નથી.તે જોતાં અમારા કુદરતી ન્યાય માટે અમોએ જૂની પિટિશનને ઉજાગર કરતી નવી રીટ પીટીશન 5મી ઓગસ્ટ 2020માં દાખલ કરી જે writ petition(civil) 786/2020 દાખલ કરીજેની જોગનુંજોગ આવતીકાલે નામદાર સુપ્રિમ કોર્ટમાં સુનાવણી છે.


અમારી તરફે કેસ ફાઇલ કરનાર સુપ્રીમ કોર્ટ એડવોકેટ શ્રી આનંદો મુખેરજી છેઅને સિનિયર કાઉન્સેલ તરીકે સિનિયર એડવોકટ શ્રી કપિલ સિબલ અને નામાંકિત એડવોકેટ શ્રી હરિન રાવલ સહિત એડવોકેટ કેસ માટે રજુઆત દલીલ કરશે.