b02d578b 5c27 4ffb a0bc cd4c330d442f 1

Hybrid platform: વડોદરાના ટેકનોક્રેટ દ્વારા શરૂ કરાયું આપત્તિને અવસર માં ફેરવતું અવનવું સ્ટાર્ટઅપ વેંચર!

Hybrid platform: પારુલ યુનિવર્સિટી માંથી મિકેનિકલ ઇજનેર અને ટેકનોક્રેટ એવા વિક્રમ વાકસ્કર દ્વારા અંદાજિત 6500 કરતા વધારે જૂની ઓટોમોબાઇલ એસેટ્સ અને ટુલ્સ ને નવીન સ્વરૂપ આપવામાં આવ્યું

વડોદરા, 29 ડિસેમ્બરઃ Hybrid platform: વડાપ્રધાન મોદીના આગમનની ભારતના આ અભિયાનને ખરા અર્થમાં સાર્થક કરવા માટે વડોદરાના ઉદ્યોગ સાહસિકે ઝડપ્યું બીડુ. પોતાના કોલેજકાળથી જ અવનવા પ્રોજેક્ટ માટે પ્રયત્નશીલ રહેતા એવા વડોદરાના યુવા ટેકનોક્રેટ વિક્રમ વાકસ્કર દ્વારા ઓટો મોબાઈલ સેક્ટર માં આમૂલ પરિવર્તન લાવવા માટે શરૂ કરવામાં આવ્યું એક નવું હાઇબ્રીડ પ્લેટફોર્મ.

આજે જ્યારે સમગ્ર વિશ્વમાં જૂની ઓટોમોબાઇલ એસેટ્સ મટીરીયલ ના નિષ્પાદન અંગે ચિંતા પ્રવર્તી રહી છે ત્યારે વિક્રમ વાકસ્કર દ્વારા જૂની ઓટોમોબાઇલ એસેટ્સ ને નવું સ્વરૂપ આપીને તેમાં ટેકનોલોજી ટૂલ્સ નો ઉપયોગ કરીને તેને લાઈફ વધારવાનું કામ કરીને સંપૂર્ણ સપોર્ટ સાથે રીફરબિસ કરીને તેને ફરીથી ઉપયોગ લક્ષી બનાવવામાં આવે છે.

આ પણ વાંચોઃ Police complaint against woman: અમદાવાદની મહિલા પોતાના ચાર વર્ષના પોઝિટિવ પુત્રને લઈને ન્યૂ ઝિલેન્ડ જતી રહી, મહિલા સામે પોલીસ ફરિયાદ

કહેવાય છે ને કે સફળતા સરળ નથી હોતી તેવી જ રીતે, શરૂઆતની કઠિન સ્ટ્રગલ બાદ વિક્રમ દ્વારા શરૂ કરવામાં આવેલ “નંબરવન ગ્રૂપ” આજે ૪૦ કરતાં વધારે લોકોને રોજગારી આપી ને અંદાજિત પોણા ત્રણ કરોડ કરતાં વધારે નું રેવેન્યું જનરેશન કરી શક્યા છે.

પારુલ યુનિવર્સિટી માંથી મિકેનિકલ ઇજનેર અને ટેકનોક્રેટ એવા વિક્રમ વાકસ્કર દ્વારા અંદાજિત 6500 કરતા વધારે જૂની ઓટોમોબાઇલ એસેટ્સ અને ટુલ્સ ને નવીન સ્વરૂપ આપવામાં આવ્યું છે. ખરેખર આત્મભારત ને બનાવવા માટે આ પ્રકારના પ્રયત્નો ચોક્કસપણે આગામી પેઢીને પ્રોત્સાહિત કરતા રહેશે.

આ અંગે વધુ જણાવતાં તેઓ જણાવે છે કે શરૂઆતમાં માર્કેટ તથા હિતધારકો તરફથી મળેલા પ્રતિસાદને ધ્યાનમાં લઈને પરિસ્થિતિને અનુરૂપ ફેરફાર કરીને અમે અમારા પ્લેટફોર્મને અપગ્રેડ કરતા રહ્યા છે જેનું જ આ પરિણામ છે કે, અમે વર્ષે ૪૦ ટકા કરતાં વધારે ગ્રોથ પરફોર્મન્સ રેટ જાળવી શક્યા છે.

Whatsapp Join Banner Guj