4 edited

મહત્વના કાર્યમાટે ઘરમાંથી બહાર નીકળો છો તો કરો આ કામ, જરુર મળશે સફળતા

4 edited

ધર્મ ડેસ્ક, 06 જાન્યુઆરીઃ દરેક વ્યક્તિ ઘરમાંથી કોઇ કાર્ય માટે બહાર નીકળે છે. ત્યારે તેને એક જ પ્રશ્ન હોય છે, કે મારુ કાર્ય સારી રીતે પૂર્ણ થઇ જશે ને? તે સાથે નિષ્ફળ થવાનો ભય મનમાં રહ્યા કરે છે. એક પ્રાચીન માન્યતા અનુસાર, ઘર છોડતી વખતે જો કેટલાક ઉપાયો અજમાવવામાં આવે તો આપણે જે કામ માટે જઈ રહ્યા છીએ તે ચોક્કસપણે પૂર્ણ થઈ જશે. તો આવો જાણીએ આ ઉપાયો વિશે…

  • ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરમાંથી બહાર નીકળતી વખતે પાણીથી ભરેલા વાસણ અથવા પાણીનું માટલું જોવું ખૂબ શુભ છે. એવું કહેવામાં આવે છે કે પ્રાચીન સમયમાં લોકો કોઈ શુભ કામ માટે ઘરની બહાર જતા હતા, ત્યારે તેઓ તેને જગ કે મટકા દ્વાર પર મૂકતા હતા.
  • ઘર છોડતી વખતે, તમારા વડીલો, માતાપિતાના પગને સ્પર્શ કરીને આશીર્વાદ લો. સનાતન સંસ્કૃતિમાં વડીલોના પગને સ્પર્શવાની પરંપરા રહી છે. તેમના આશીર્વાદ મળવા સૌભાગ્યની વાત હોય છે.
whatsapp banner 1
  • આ રીતે જ્યારે પણ તમે કોઈ શુભ કાર્ય માટે ઘરની બહાર નીકળો છો ત્યારે કુલ દેવી-દેવીઓને નમન કરવું જોઈએ.
  • જ્યારે પણ તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે ઘરની બહાર નીકળો ત્યારે પહેલા ‘શ્રી ગણેશાય નમ:’ બોલો, પછી વિરુદ્ધ દિશામાં 4 પગલા જાઓ, પછી કામ પર જાઓ.
  • જો કોઈ શુભ કાર્ય માટે તમારે ઘરની બહાર જવું હોય તો દહી, ખાંડ, ગોળ અથવા સોપારી ખાવા જોઈએ. દહીંને ચંદ્રનું પરિબળ માનવામાં આવે છે.
  • જો તમે કોઈ ખાસ કામ માટે ઘરની બહાર જતા હોવ તો જમણો પગ પહેલાં બહાર કાઢો. માનવામાં આવે છે કે આવું કરવાથી દિવસ શુભ રહે છે.

આ પણ વાંચો….

સિરિયલ ભાભીજી ઘર પર હૈ’ ના વિભૂતિજીને મળી નવી પત્ની, હવે આ ભજવશે ગોરી મેમનો રોલ