indiatogether

IndiaTogether: બોલિવુડ બાદ રમત જગતના સ્ટાર્સે આપી આવી પ્રતિક્રિયા, કહ્યું- દેશની સાથે છીએ, વાંચો કોણે શું કીધું?

IndiaTogether હેશ ટેગ સાથે સચિન ટેંડુલકર, શિખર ધવન અને રવિશાસ્ત્રીએ કર્યા ઉપરા ઉપરી ટ્વીટ

indiatogether

સ્પોર્ટ્સ ડેસ્ક, 04 ફેબ્રુઆરીઃ ખેડૂત આંદોલન હવે માત્ર દેશનો નહીં પરંતુ વિશ્વનો મુદ્દો બની ગયો છે. વિશ્વના જાણીતા લોકો ખેડૂત આંદોલન વિશે ભારત દેશ પર ટિપ્પણી કરી રહ્યાં છે તેવામાં દેશના સમર્થન(IndiaTogether)માં બોલિવુડ સ્ટાર્સની સાથે સ્પોર્ટ્સના સિતારા પણ ઉતર્યા છે. ક્રિકેટનાં ભગવાન કહેવાતા સચીન તેંદુલકરે ટ્વીટ કરીને કહ્યું કે, ભારતનાં સાર્વભૌમત્વ સાથે કોઇ સમજૂતી કરી શકાય નહીં, બહારની શક્તિઓ માત્ર દર્શક બની શકે છે તેમાં ભાગ લઇ શકે નહીં.

સચિને વધુમાં કહ્યું કે, ભારતીયો ભારતને(Indiatogether) જાણે છે અને ભારત માટે નિર્ણય લેવો જોઇએ, આવો આપણે એક રાષ્ટ્રરૂપે અકજૂથ થઇએ, ખરેખર તો સચીનની આ ટ્વીટ ખેડૂત આંદોલન અંગે હોય તેવું લાગી રહ્યું છે.

રિહાન્ના ઉપરાંત ગ્રેટા થોનબર્ગે પણ ભારતને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, આ બંનેની ટ્વીટ બાદથી દેશની તમામ અગ્રણી હસ્તિઓએ સોશિયલ મિડિયા દ્વારા તેમને જવાબ આપ્યો, હાલ ટ્વીટર પર #IndiaAgainstPropaganda #IndiaTogether ટ્રેંડ થઇ રહ્યું છે.

Whatsapp Join Banner Guj

આ બાબત પર ભારતીય ટીમના ઓપનર શિખર ધવને પણ આ પ્રકારનું ટ્વીટ કર્યુ છે. તેમણે લખ્યુ છે કે, આપણા મહાન દેશને ફાયદો થાય તેવા સમાધાન સુધી પહોંચવું હાલ તો એ સૌથી મહત્વનું છે. આવો સાથી મળી એક ઉત્તમ અને ચમકીલા ભવિષ્ય તરફ આગળ વધીએ.

આ પણ વાંચો..

IndiaAgainstPropaganda: વિદેશી સ્ટાર્સ આવ્યા ખેડૂતોના સમર્થનમાં કર્યો ભારતનો વિરોધ, તો બોલિવુડ સ્ટાર્સ આવ્યા દેશના પડખે