Rivaba Jadeja

રિવાબાના નિવેદનને વખાણી રહી છે મહિલાઓ, તો બીજી તરફ થઇ રહ્યો છે વિરોધ, સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે #ISupportRivaba- જાણો શું હતો મામલો

#ISupportRivaba

જામનગર, 30 માર્ચઃ તાજેતરમાં જ રિવાબાના નિવેદનની રાજ્યભરમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે રિવાબાના આ નિવેદનને ક્યાંક મહિલાઓનું સમર્થન મળી રહ્યું છે તો ક્યાંક મહિલાઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ , વડોદરામાં મહિલાઓ અને યુવતીઓ દ્વારા રિવાબાનું સમર્થન (#ISupportRivaba)કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત આંદોલન પર ઉતરવાની ચીમકી આપી છે તેમજ રિવાબાને ક્ષત્રિય સમાજની માફી માંગવા પણ કહેવામાં આવ્યું છે. તો બીજી તરફ સોશિયલ મીડિયાપર રિવાબાની વાહવાહી થઈ રહી છે અને તેમના સપોર્ટમાં મહિલાઓ જોવા મળી રહી છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર #ISupportRivaba ટ્રેન્ડ કરી રહ્યું છે.

ADVT Dental Titanium

ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાનાં પત્ની રિવાબા જાડેજા જામનગરના ‘મોટી લાખાણી’ ગામમાં ગયા હતા. જ્યાં બહેનોને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી આપી હતી એ દરમિયાન તેમણે કહ્યું હતું કે, દીકરીને ભણતર અને દીકરાને સાવરણી આપીએએ બંને સરખું છે. એક વાર દીકરાને કહેવાની જરૂર છે કે ચલ ઓરડામાં ઝાડૂ કરી દે. દીકરીઓને ભણાવવી જોઈએ અને ઘરકામ માટે દીકરીઓને ઘરે રાખવાની જરૂર નથી. વધુમાં રિવાબાએ જણાવ્યું હતું કે, આપણા દીકરાઓ પાસેથી પણ ઘર કામ માટે મદદ લઈ શકાય છે. અને આવું કરવામાં જાડેજા કે ઝાલા લાગતું હોય તો તેના પર કોઈ ચેકો નહીં મારી દે.

Whatsapp Join Banner Guj

અમદાવાદની મહિલાઓએ રિવાબાના સમર્થન(#ISupportRivaba)માં કહ્યું કે, તેમની કહેવાની રીત ખોટી છે. પરંતુ તેમનો મોટિવ છે, જે તેઓ કહેવા માંગે છે તે ખોટું નથી. તેમનું આ કહેવું કે છોકરાઓને સાવરણી આપો તે એકદમ ખોટું છે. જો તમે સ્ત્રી પુરૂષની ઈક્વાલીટીની વાત કરી રહ્યા છો તો તે પહેલાથી ઇન્ડિયામાં કરવામાં આવી જ રહી છે. કેમ કે, ગામડાઓમાં મહિલાઓ પહેલાથી ખેતરમાં કામ કરી રહી છે. પુરૂષ પણ કરે છે અને સ્ત્રીઓ પણ કરે છે. બંને ભેગા મળીને ઘરનો ખર્ચો ઉપાડે છે. જ્યારે તે તમને ઘરના ખર્ચા માટે કમાવવામાં મદદ કરી રહી છે તો તમે તેને ઘરના કામમાં કેમ મદદ કરી શકતા નથી.(#ISupportRivaba)

ઉલ્લેખનીય છે કે, મંચ પરથી કહ્યું કે મારા હસબન્ડ રવિન્દ્રસિંહ જાડેજા ઘરનું 50 ટકા કામ કરાવે છે. હું રોટલી કરતી હોઉં તો ચા રવિન્દ્રસિંહ મૂકે છે. એટલે કે દીકરાઓ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી. હાલ આ અંગેનો તેમનો વીડિયો વાઈરલ થયો છે. રિવાબાના નિવેદન બાદ વિવાદ ઉભો થઈ ગયો છે.

આ પણ વાંચો…

Jamnagar: મહાનગરપાલિકાનું વર્ષ 2021-2022નું પૂરાંતલક્ષી બજેટ જનરલબોર્ડ માં રજૂ કરાયું, વિકાસના અનેક કાર્ય હાથ ધરાયા