images 1533566359029 Mumbai ITI

ITI અને નર્સિંગના વિદ્યાર્થીઓ(ITI & Nursing Students) માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, વાંચો શું કહ્યું સીએમ રુપાણીએ..?

ગાંધીનગર, 08 જૂનઃITI & Nursing Students: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વ્યવસાયલક્ષી અભ્યાસ ક્રમો આઇ.ટી.આઇ. અને નર્સિંગના વિદ્યાર્થીઓ (ITI & Nursing Students) માટે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીની બેઠકમાં આ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. 

ITI & Nursing Students

આ નિર્ણય અનુસાર રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થીઓ(ITI & Nursing Students)ને આ વર્ષ પૂરતુ માસ પ્રમોશન આપવામાં આવશે. મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યમાં નર્સિંગના અભ્યાસક્રમમાં ફાઇનલ ઇયરની પરિક્ષા લેવાશે તે સિવાયના વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતુ માસ પ્રમોશન અપાશે.

પ્રવર્તમાન કોરોનાની સ્થિતિમાં વિદ્યાર્થીઓના અભ્યાસને વ્યાપક અસર પહોંચી છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં નર્સિંગ ફાઇનલ ઇયર સિવાયના વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓ(ITI & Nursing Students)ને અને આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થીઓને આ એક વર્ષ માટે માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો…

વાવાઝોડાની ભારે વિનાશક અસરો(cyclone effect)થી રાજ્યમાં થયેલા કુલ નુકશાનને એન.ડી.આર.એફ.ના ધોરણે સહાય કેન્દ્ર સરકાર કરે તેવી આગ્રહપૂર્વક રજૂઆત

ITI & Nursing Students