Jamnagar Tution Class 3

જામનગર કોચિંગ કલાસ (Coaching class) સંચાલકોએ સરકારના નિર્ણય ને આવકાર્યો…

જામનગર કોચિંગ કલાસ ( Jamnagar coaching class administrators) સંચાલકોએ સરકારના નિર્ણય ને આવકાર્યો…

રાજ્ય સરકાર દ્વારા ૧ફેબ્રુઆરી થી કલાસીસ શરૂ કરવાના નિર્ણય મેં લઈ ખુશીનો માહોલ

જામનગરમાં કલાસીસ ને સેનેટાઇઝ કરવાની કામગીરી શરૂ કરાઇ

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૩૦ જાન્યુઆરી:
માર્ચ માસમાં સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જાહેર કરવામાં આવેલા લોકડાઉન દરમ્યાન કોચીંગ કલાસીસ બંધ રાખવાનું સરકાર દ્વારા જાહેર કરાયું હતું જામનગરમાં પણ અંદાજે 250થી વધુ કોચીંગ કલાસીસ સરકારની આ જાહેરાત બાદ છેલ્લા 10 માસથી બંધ હાલતમાં હતા ત્યારે સરકાર દ્વારા અનલોકમાં આગામી 1 ફેબ્રુઆરીથી કોચીંગ કલાસીસ શરૂ કરવાની છુટ આપવામાં આવતા જામનગર કોચીંગ કલાસીસ એસોશિએશન દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો.

જામનગર કોચીંગ કલાસીસ એસોશિએશનના પ્રમુખ નિમેષભાઇ ધ્રુવ, જતીનભાઇ શાહ, નિકુંજ ભાઇ દવે વિગેરેએ પરસ્પર મોં મીઠા કરાવી આ નિર્ણયને વધાવી લીધો હતો અને કલાસીસમાં સરકારી કોવિડ નિયમોના સંપૂર્ણ પાલન માટે તૈયારીઓ હાથ ધરી હતી. જેમા ટીવસન કલાસીસ ની બેન્ચ તેમજ કલાસને સેનેટાઇઝ કરવાની કામગીરી કલાસીસના પ્રવેશ દ્વાર પર સેનેટાઇઝ તેમજ ટેમ્પરેચર ગન વિગેરેની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, 1 ફેબ્રુઆરીથી ફરી 10 માસ કરતા વવધુ સમયથી બંધ રહેલા કલાસીસો ફરી શૈક્ષણીક કાર્યથી ધમધમી ઉઠશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…આતુરતાનો આવ્યો અંત KGF Chapter 2 રીલિઝ ડેટ થઇ જાહેર: આ દિવસે મોટા પડદા પર વાપસી કરશે ‘Rocky’