Jamnagar sexual exploitation case

અંતે (Jamnagar sexual exploitation case) જામનગરમાં યૌન શોષણ મુદ્દે ફરિયાદ નોંધાય

Jamnagar sexual exploitation case: ષડ્યંત્રમાં સામેલ બે શખ્સો ને દબોચી લેતી પોલીસ, સઘન પૂછપરછ માં અનેક મગરમચ્છ ના નામ બહાર આવે તેવી શકયતા

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૩ જૂન:
Jamnagar sexual exploitation case: જામનગર ના ચકચારી ગુરુ ગોવિંદસિંઘ સિવિલ કોવિડ હોસ્પિટલ ના યૌન શોષણ પ્રકરણ અંગે આજે પોલીસ ફરિયાદ નોંધી બે આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે અને પોલીસ એ આ પ્રકરણ અંગે સઘન તપાસ નો પ્રારંભ કરવામાં આવ્યો છે

 જામનગર ના ચકચારી ગુરુગોવિંદસિંઘ સિવિલ કોવિડ હોસ્પિટલ ના મેડિકલ એટેન્ડેન્ટ ની યુવતીઓના યૌન શોષણ (Jamnagar sexual exploitation case) મામલે આજે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે છેલ્લા એક સપ્તાહ દરમિયાન જામનગર માં ટોકા ઓફ ધ ટાઉન બેનલા મુદે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સ્થાનિક નેતાઓ કેબિનેટ મંત્રી આર. સી. ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને મહિલા સાંસદ પૂનમબેન માડમદ્વારા પ્રકરણ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરવાં આવે અને પીડિત યુવતીઓને યોગ્ય ન્યાય મળે તેવા જિલ્લા વહીવટી તંત્ર ને આદેશ આપવા માં આવ્યા હતા.

ઉપરાંત જામનગર શહેર ની મહિલા આગેવાન શેતલબેન શેઠ અને કોમલ બેન ભટ્ટ, જેનમબેન ખફી, રચનાબેન નંદાણીયા વિગેરે દ્વારા પણ આ સમગ્ર મામલાના આધાર પુરાવાઓ એએસપી નિતીશ પાન્ડે ને સુપ્રત કર્યા હતા અને શહેર ની પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક પોલીસ તપાસ નો પ્રારંભ કરવાં આવ્યો હતો.

આ પણ વાંચો…LIC Mega IPO: એક લાખ કરોડથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓ માટે રસ્તો વધુ સરળ બનશે! વાંચો સંપૂર્ણ માહિતી

આ સમગ્ર મહેનત ને સફળતા મળતા આજે જામનગર પોલીસે એલ બી પ્રજાપતિ અને અકબર અલી નામના યૌન શોષણ ના બે આરોપી ઓને ઝડપી પાડ્યા છે અને બને આરોપી વિરુધ્ધ આઇપીસી કલમ 354, 354એ, 354બી ફરિયાદ નોંધાવામાં આવી છે બને આરોપીઓની ધરપકડ કરી પોલીસ દ્વારા સઘન પૂછપરછ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને આમાં બીજા કોઈ સંડોવાયેલા છે કે નહીં તે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.