Rss road

Khatmuhurta of RCC road: શાહપુરમાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના હસ્તે આરસીસી રોડનું ખાતમુહુર્ત

Khatmuhurta of RCC road: બજેટમાંથી 4 કરોડના ખર્ચે બનાવામાં આવી રહ્યો છે આરસીસી રોડ

અમદાવાદ, ૨૪ ઓક્ટોબર: Khatmuhurta of RCC road: અમદાવાદ શહેરના દરિયાપુર મતવિસ્તારમાં આવેલા શાહપુર દરવાજા બહાર મ્યુનિ, સ્ટાફ કવાર્ટસની મસ્જિદ પાસેનો આરસીસી રોડનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના બજટમાંથી 4 કરોડ઼ના ખર્ચે આ રોડ બનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, વોર્ડ પ્રમુખ સહિત સ્થાનિકો ઉપસ્થિ રહ્યા હતા.

રાજ્યમાં દિવાળી પછી ચૂંટણીની જાહેરાતની પૂરી શક્યતા છે અને તેથી જ વધુમાં વધુ લોકો સુધી પહોંચવા માટે નેતાઓ દ્વારા દરરોજ અલગ અલગ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે દરિયાપુર મતવિસ્તારમાં કોરોડોના ખર્ચે કોંગ્રેસ ધારાસભ્યના બજેટમાંથી શાહપુર દરવાજા બહાર મ્યુનિ, સ્ટાફ કવાર્ટસની મસ્જિદ પાસે RCC રોડ બનાવવામાં આવી રહ્યો છે.

છેલ્લા ત્રણ વખતથી દરિયાપુરના ધારાસભ્ય તરીકે જવાબદારી નિભાવી રહેલા ગ્યાસુદ્દીને જણાવ્યું કે તેમના મતવિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગની સંખ્યા સૌથી વધારે છે. અને એ વર્ગના લોકો માટેના તમામ કામો થયા છે. તેઓ પોતે રોજ લોકોની વચ્ચે જાય છે અને રૂબરૂ તેમની સમસ્યાઓ સાંભળે છે અને તેનો તાત્કાલિક તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે.

આ ખાતમુહુર્ત પ્રસંગે ધારાસભ્ય ગ્યાસુદ્દીનની સાથે શાહપુર વોર્ડ, પ્રમુખ સઇદ શેખ, ઇશાક બોર્ડર, અલ્તાફ ભીસ્તી, ઇમામઊાઇ, ફારૂકભાઇ, માસ્ટર સાહેબ, સલીમભાઇ, ફિરોજભાઇ સહિત અન્ય સ્થાનિક લોકોએ હાજર રહી કામગીરીને બિરદાવી હતી.

આ પણ વાંચો: Controversy over Ram Rahim getting parole: આદમપુર પેટાચૂંટણી પહેલા પેરોલ મળવા પર વિવાદ, શું હજુ પણ છે રામ રહીમનો દબદબો?

Gujarati banner 01