Sushant singh Rajput

મહારાષ્ટ્રના ગૃહમંત્રીનો CBIને પ્રશ્નઃ સુશાંતના કેસને 5 મહિના થઇ ગયા શું જાણવા મળ્યું?

Sushant singh Rajput

મુંબઇ, 27 ડિસેમ્બરઃ જૂન મહિનામાં બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે મુંબઈ ખાતે પોતાના ઘરે ફાંસી લગાવી આપઘાત કરી લીધો હતો. સુશાંતના મોતના સમાચારથી દેશભરમાં તેના ચાહકોને મોટો આંચકો લાગ્યો હતો. એક એક્ટર જેને સારુ કામ મળી રહ્યું હતું તેના ફેન્સ પણ તેને પસંદ કરી રહ્યાં હતા, જેની છેલ્લી ફિલ્મ જેમાં કોઇપણ પરિસ્થિતિમાં આપઘાત ન કરવાનો સંદેશ આપ્યો હતો. તેના આપઘાત કરવાથી ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. તે સાથે જ તેના પરિવારે સુંશાંતની હત્યા થઇ હોવાની શંકા વ્યક્ત કરી હતી. તથા તેના નજીકના મિત્રોનું કહેવુ હતુ કે સુંશાત આત્મહત્યા કરે જ નહીં, આ ખૂન કેસ છે.

હવે સીબીઆઈની તપાસ શરૂ થાયે 5 મહિનાનો સમય થઇ ગયો છે પરંતુ કેસને લઈને કોઈ અપડેટ સામે નથી આવી રહ્યા. એવામાં મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ સવાલ ઉઠાવ્યા હતા. તાજેતરમાં જ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંત કેસ અંગે વાત કરી હતી. તેમને સીબીઆઈની તપાસ પર સવાલો ઉઠાવતા કહ્યું છે કે આ તપાસ શરૂ થાયે 5 મહિના થઇ ગયા અને હાજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે સુશાંતે આત્મહત્યા કરી હતી કે તેમની હત્યા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આ તપાસમાં સીબીઆઈને જે કઈ પણ જાણકારી મળી છે તેનો જલ્દીથી કરવામાં આવે.

આ પણ વાંચો….