NItin Patel 2110 edited

કાઈટ ફેસ્ટિવલ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બાબતે ડેપ્યુટી CMનું મોટું નિવેદન

NItin Patel 2110 edited

ગાંધીનગર, 27 ડિસેમ્બરઃ છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદ શહેરમાં કાઇટ ફેસ્ટિવલનું આયોજન થાય છે. પરંતુ આ વર્ષનું ચિત્ર કંઇક જુદુ જ છે. કોરોનાની મહામારીના કારણે સામાન્ય રીતે કોઇ તહેવારની ઉજવણી થઇ નથી. તાજેતરમાં જ આ વિશે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે અમદાવાદમાં યોજાતા કાઈટ ફેસ્ટિવલના આયોજન અંગે નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ હતુ કે, કોરોનાના કારણે સરકાર કાઈટ ફેસ્ટિવલના આયોજન અંગે વિચારણા કરી રહી છે. કોરોના વચ્ચે જે કાર્યક્રમ જરૂરી છે. તેનું આયોજન કરવામાં આવે છે.

whatsapp banner 1

આ સાથે જ અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્રની શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકારે જમીન સંપાદનનું કામ રોક્યુ છે. ગુજરાત સરકારે સાબરમતીથી રાજ્યની સરહદ સુધી તમામ વ્યવસ્થા અને જમીન સંપાદન માટે કામ કર્યુ છે. એક લાખ કરોડનો પ્રોજેક્ટ દેશના હીતમાં છે. પરંતુ મહારાષ્ટ્રની સરકાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અટકાવવા માગે છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે જાન્યુઆરીમાં ઉત્તરાયણ પહેલા કાઇટ ફેસ્ટિવલ અને ઇન્ટરનેશન કાઇટ ફેસ્ટિવનું આયોજન થાય છે. જેમાં ભાગ લેવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે.

આ પણ વાંચો…

અનંત પટેલની કલમે હળવું હાસ્યઃ મહામારીની આડઅસરો કે સુઅસરો ..?

રાશિ ભવિષ્યઃ આજે જન્મેલા બાળકોની રાશિ વૃષભ રહેશે, વાંચો શું કહે છે તમારી રાશિ?