Nitin Gadkari 1

Electric cars will be cheaper in india: પેટ્રોલથી પણ સસ્તી થઈ જશે ઇલેક્ટ્રિક કાર, નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત

Electric cars will be cheaper in india: બહુ જલ્દી ઈલેક્ટ્રિક કારની કિંમત પેટ્રોલ કાર કરતા સસ્તી થશે.

બિઝનેસ ડેસ્ક, 06 જૂનઃ Electric cars will be cheaper in india: જો તમે પણ ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે બહુ જલ્દી ઈલેક્ટ્રિક કારની કિંમત પેટ્રોલ કાર કરતા સસ્તી થશે. આમ અમે નહીં પરંતુ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ એક કોન્ક્લેવમાં વાત કરી છે. જેમ જેમ બજારમાં વાહનોની આવક વધશે, તેમ જ ઈલેક્ટ્રિક વાહનોના ભાવ પણ પેટ્રોલ અને ડીઝલ કારની જેમ સામાન્ય થઈ જશે. એટલું જ નહીં તેમણે જણાવ્યું કે 2024 સુધીમાં તમને રસ્તાઓ પર માત્ર પેટ્રોલ-ડીઝલ સિવાયના વાહનો જ જોવા મળશે. તેની સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. થોડા દિવસોમાં દેશમાં ફ્લેક્સ ફ્યુઅલ વાહનો પણ દેખાશે.

એક થઇ જશે કિંમત

હકીકતમાં મોટાભાગના લોકો અત્યારે ઈલેક્ટ્રિક વાહનો ખરીદવામાં ખચકાય છે. તેનું મુખ્ય કારણ ઇલેક્ટ્રિક વાહનોની ઊંચી કિંમત છે. આ ઉપરાંત દેશમાં હજુ સુધી ચાર્જિંગ પોઈન્ટ પણ સ્થાપિત નથી. કોન્ક્લેવમાં બોલતા નીતિન ગડકરીએ જણાવ્યું કે 250 સ્ટાર્ટઅપ વ્યવસાયો ખર્ચ-અસરકારક EV ટેક્નોલોજીના ઉત્પાદનમાં રોકાયેલા છે.

આ પણ વાંચોઃ Money for farmers: તમારા એકાઉન્ટમાં પીએમ કિસાનના રૂપિયા નથી પહોંચ્યા? તો જાણો કયા કારણો છે જવાબદાર

નવી ઈલેક્ટ્રિક કાર અને સ્કૂટર સતત લોન્ચ થઈ રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે લોકો હવે ઈલેક્ટ્રીક વાહનો ખરીદવામાં ભારે રસ દાખવી રહ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે આગામી બે વર્ષમાં ઇલેક્ટ્રિક અને પેટ્રોલ વાહનોની કિંમત એક થઈ જશે.

આ પહેલા પણ નીતિન ગડકરી અનેક કાર્યક્રમોમાં આ સંકેત આપી ચૂક્યા છે. ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ અને FY21 AGMના વાર્ષિક સત્રને સંબોધતા ગડકરીએ જણાવ્યું હતું કે બે વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમત એવા સ્તરે આવી જશે જે તેના પેટ્રોલ વેરિઅન્ટની સમકક્ષ હશે. સુવિધાઓના વિસ્તરણ પર કામ કરી રહ્યું છે. ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે અમે 2023 સુધીમાં મુખ્ય હાઈવે પર 600 EV ચાર્જિંગ પોઈન્ટ સ્થાપી રહ્યા છીએ.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Operation Blue Star: ઓપરેશન બ્લૂ સ્ટારની વરસી પર સુવર્ણ મંદિરમાં વિવાદ, ખાલિસ્તાની નારા લાગ્યા

Gujarati banner 01