Start a business with a post office

Start a business with a post office: ફક્ત 5000 રૂપિયા જમા કરી પોસ્ટ ઓફિસ સાથે શરૂ કરો બિઝનેસ, દર મહિને કમાવો 1 લાખ રૂપિયા

Start a business with a post office: એક વખત માત્ર 5000 રૂપિયાનું રોકાણ કરીને તમે તમારા ઘરે પોસ્ટ ઓફિસ ખોલી શકો છો

નવી દિલ્હી, 06 જૂનઃ Start a business with a post office: પોસ્ટ ઓફિસ બેરોજગાર લોકો માટે સારા સમાચાર લઈને આવી છે. હવે એક વખત માત્ર 5000 રૂપિયાનું રોકાણ કરીને તમે તમારા ઘરે પોસ્ટ ઓફિસ ખોલી શકો છો. એટલું જ નહીં આ પોસ્ટ ઓફિસ તમને 50,000થી 1,000,000 રૂપિયા સુધીની કમાણી કરાવશે. તમારે આ બિઝનેસ માટે ખૂબ શિક્ષિત હોવાની પણ જરૂર નથી. જો તમે માત્ર ધોરણ 8 સુધી ભણ્યા હોવ તો પણ તમે આ બિઝનેસ શરૂ કરી શકો છો. જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસ માત્ર પત્રોને તેમના સરનામે પહોંચાડવાનું કામ નથી કરતી, પરંતુ તે લોકોના જીવન સાથે જોડાયેલી છે. લોકોની સુખ-દુઃખની ક્ષણોમાં સહભાગી થવામાં પણ તેનો મહત્વનો ફાળો છે.

અહીં અમે પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઈઝી વિશે વાત કરી રહ્યા છીએ. પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી લઈને તમે દર મહિને લગભગ 50 હજારથી 1 લાખ રૂપિયા કમાઈ શકો છો. ફ્રેન્ચાઈઝી લઈને તમે ગામ કે શહેરમાં પોસ્ટ ઓફિસમાં થતા કામ કરીને કમાણી શરૂ કરી શકો છો. જણાવી દઈએ કે દેશભરમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં પોસ્ટ ઓફિસ ખોલવાની જરૂર છે, પરંતુ ત્યાં આ સુવિધા આપી શકાતી નથી, તેથી ત્યાંના લોકોને પોસ્ટલ સુવિધા આપવા માટે ફ્રેન્ચાઇઝી આઉટલેટ ખોલવામાં આવે છે.

આ પણ વાંચોઃ Electric cars will be cheaper in india: પેટ્રોલથી પણ સસ્તી થઈ જશે ઇલેક્ટ્રિક કાર, નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત

કોણ લઇ શકે છે પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી

કોઈપણ ભારતીય નાગરિક આ કામ કરી શકે છે. ફ્રેન્ચાઇઝી લેનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. ફ્રેન્ચાઈઝી લેવા ઈચ્છતી વ્યક્તિ આઠમા પાસ હોવી જોઈએ. પોસ્ટ ઓફિસ ખોલવા માટે તમારે 5000 રૂપિયાની સિક્યોરિટી ફી જમા કરવી પડશે. ફ્રેન્ચાઈઝી લેનાર વ્યક્તિ ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ અને તે આઠમા ધોરણ પાસ પણ હોવો જોઈએ.

કોઈપણ ભારતીય વ્યક્તિ પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી મેળવી શકે છે. તેના માટે ઓછામાં ઓછો 200 ચોરસ ફૂટનો ઓફિસ વિસ્તાર જરૂરી છે. તેમજ તેના પરિવારનો કોઈ સભ્ય પોસ્ટ વિભાગમાં ન હોવો જોઈએ.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Money for farmers: તમારા એકાઉન્ટમાં પીએમ કિસાનના રૂપિયા નથી પહોંચ્યા? તો જાણો કયા કારણો છે જવાબદાર

Gujarati banner 01