MD drugs accused ATS arrested

MD drugs accused ATS arrested: ગુજરાત એટી.એ.એસએ સાંતલપુર-વારાહી હાઇવે પરથી MD ડ્રગ્ઝ સાથે બે ઇસમોની કરી ધરપકડ

MD drugs accused ATS arrested: રાજસ્થાન થી નીકળી રાત્રીના ૧૨ થી ૨ વાગ્યા દરમ્યાન સાંતલપુરથી પસાર થઈ સામખ્યાળી-કંડલા કચ્છ તરફ જનારની એટીએસએ કરી ધરપકડ

અમદાવાદ, 25 ફેબ્રુઆરીઃ MD drugs accused ATS arrested: એ.ટી.એસ. ગુજરાતના પોલીસ અધિક્ષક પીનાકીન પરમારનાઓને ગુપ્ત રાહે બાતમી હકીકત મળેલ કે, કાળા રંગની ફોર્ડ ઈન્ડેવર કાર નંબર 6/12 0/& 6662 જેની આગળની નંબર પ્લેટ ઉપર અંગ્રેજીમાં ૫પ” લખેલ છે, જે કારમાં કાયમ ખાન ઉર્ફે રઈસ તથા નુરા ખાન હોથીખાન નાઓ ગેરકાયદેસર, વગર પાસ પરમીટ નો માદક પદાર્થ મેફેડ્રોાન નો જથ્થો રાખી બાડમેર, રાજસ્થાન થી નીકળી રાત્રીના ૧૨ થી ૨ વાગ્યા દરમ્યાન સાંતલપુરથી પસાર થઈ સામખ્યાળી-કંડલા કચ્છ તરફ જનાર છે.

જે બાતમી હકીકત આધારે એ.ટી.એસ. ગુજરાતના પોલીસ ઈન્સ્પેક્ટર આર. કે. રાજપૂત તથા પો. સબ ઈન્સ. વી. વી. ભોલા તથા સ્ટાફના માણસો સાંતલપુર, જીલ્લો: પાટણ ખાતે જઈ એ.ટી.એસ. ગુજરાત તથા 5૦૦ પાટણની સંયુક્ત ટીમ બનાવી બાતમીવાળી જગ્યા ખાતે નાકાબંદી કરી વોચમાં હાજર રહેલ. જે દરમ્યાન બાતમી હકીકતવાળી કાળા રંગની ફોર્ડ ઈન્ડેવર કાર ધ્યાને આવતા જે કારને કોર્ડન કરી રોડ સાઈડમાં લાવી ઝડતી તપાસ કરતા કારમાં બેસેલ બે ઈસમો નામે નુરા ખાન હોથીખાન જાતે સામેજા (મુસ્લીમ), રહે.

અધરીમ કા તલા, રબાસર, ગ્રામ પંચાયત, થાના: ચૌહટન, જી, બાડમેર, રાજસ્થાન તથા કાયમ ખાન ઉર્ફે રઈસ, 5/૦ ખાન મોહમ્મદ કામીલ ખાન, રહે. અબ્દુલ રહીમ કા તલા, રબાસર, ગ્રામ પંચાયત, થાના: ચૌહટન, જી, બાડમેર, રાજસ્થાનનાઓ મળી આવેલ.

આ પણ વાંચોઃ Viral Video of students stuck in basement: 500 વિદ્યાર્થી જીવ બચાવવા માટે યુનિવર્સિટીના ભોંયરામાં ઘૂસ્યા-જુઓ વીડિયો

Gujarati banner 01