metro amdavad

Metro Time Changed: અમદાવાદીઓ ધ્યાન આપો! દિવાળીના દિવસ માટે મેટ્રોનો સમય બદલાયો…

Metro Time Changed: દિવાળીના દિવસે મેટ્રો રેલ સેવાનો સમય સવારે 6.20 વાગ્યાથી રાત્રિના 7.20 વાગ્યા સુધી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો

અમદાવાદ, 10 નવેમ્બરઃ Metro Time Changed: દેશમાં આજે ધનતેરસ સાથે પાંચ દિવસીય દિવાળી પર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દરમિયાન દિવાળીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રોના સમયમાં ફરી એકવાર ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે, આ ફેરફાર દિવાળીના દિવસે જ લાગુ રહેશે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના જણાવ્યાં અનુસાર, દિવાળીના તહેવાર નિમિત્તે જાહેરમાં ફટાકડા ફોડવાની સંભવિત અસરો મેટ્રો રેલની કાર્યકારી સલામતી સાથે મુસાફરોની સલામતી અને સુરક્ષાને પણ અસર કરી શકે છે. આ સંદર્ભે દિવાળીના દિવસે મેટ્રો રેલ સેવાનો સમય સવારે 6.20 વાગ્યાથી રાત્રિના 7.20 વાગ્યા સુધી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો… Internet in Flight: જોરદાર…! હવે હવાઈ મુસાફરી દરમિયાન પણ કરી શકાશે ઇન્ટરનેટનો ઉપયોગ, વાંચો વિગતે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો