The married woman fled

Minor age boy love with married woman: 23 વર્ષીય એક પરિણીતા 15 વર્ષના કિશોરને લઈને ભાગી ગઈ

Minor age boy love with married woman: શહેરનો 15 વર્ષીય કિશોર તાજેતરમાં 25 જાન્યુઆરીએ તેના જન્મદિવસે જ ગુમ થયો

મહેસાણા, 01 ફેબ્રુઆરીઃ Minor age boy love with married woman: કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં કોણ નાનું અને કોણ મોટું તે કોઇ જોતુ જ નથી. આ વાત મહેસાણા બનેલી ઘટનાથી સાબિત થાય છે. જી, હાં 23 વર્ષીય એક પરિણીતા 15 વર્ષના કિશોરને લઈને ભાગી ગઈ છે. પરિણીતા એક સંતાનની માતા હતી. ભાગેલા પ્રેમી-પંખીડાને એ-ડિવિઝન પોલીસે તાપી જિલ્લાના સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી પકડી પાડ્યા છે. 

આ કિસ્સો મહેસાણાના શહેરનો છે. શહેરનો 15 વર્ષીય કિશોર તાજેતરમાં 25 જાન્યુઆરીએ તેના જન્મદિવસે જ ગુમ થયો હતો. જેથી તેના માતાપિતાએ તેના ગુમ થવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યારે પોલીસ તપાસ કરતા કિશોર પ્રેમમાં પડીને ભાગી ગયો હોવાનુ સામે આવ્યુ હતું. 

15 વર્ષીય કિશોર પોતાની સાથે બે તોલા સોનાનો દોરો, 10 હજાર રોકડ અને 6 જોડી કપડાં લઈને ભાગ્યો હતો. જેથી પોલીસને શંકા ગઈ હતી. જેથી પોલીસે તેના મોબાઈલ લોકેશનની તપાસ કરી હતી. આ લોકેશન દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં સોનગઢના ગેસ્ટ હાઉસમાં મળ્યુ હતું. પોલીસે એક ટીમ તાપી મોકલી હતી. જ્યા કિશોર ગેસ્ટ હાઉસમાઁ એક મહિલા સાથે મળ્યો હતો. 

આ પણ વાંચોઃ Reaction to PM Modi’s budget: બજેટ રજૂ થયા બાદ પીએમ મોદીએ શું કહ્યું? – વાંચો સંપૂર્ણ વિગત

પોલીસે બંનેની તપાસ કરતા ચોંકાવનારી માહિતી સામ આવી હતી. 23 વર્ષીય મહિલા 15 વર્ષના કિશોરને ભગાડીને લઈ ગઈ હતી. 25 જાન્યુઆરીએ પહેલેથી નક્કી કરેલા કાર્યક્રમ મુજબ કિશોર અને યુવતી મહેસાણા બસ પોર્ટ પરથી એસટી બસમાં બેસીને વડોદરા ગયા હતા. બાદમાં તેઓ ભરૂચ, સુરતમાં રોકાઈને તાપીના સોનગઢ પહોંચ્યાં હતાં. એટલુ જ નહિ, કિશોરના પિતાએ દીકરાના મોબાઈલ પર ફોન કરતા મહિલાએ ફોન ઉપાડ્યો હતો અને બંને જણા ભાગી ગયા હોવાનુ જણાવ્યુ હતું. જે જાણીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. 

મહિલાના પ્રેમમાં પાગલ થયેલા કિશોરે ઘરેથી સોનાનો દોરો લેવા માટે ખોટુ કહ્યુ હતું. તેના પિતાનો બે તોલાનો સોનાનો દોરો પહેરીને ફોટો પડાવીને આવું છું એમ કહીને લઈને નીકળી ગયો હતો. એટલુ જ નહિ, સોનાનો દોરો રૂપિયા 50 હજારમાં વડોદરાની એક દુકાન પર એક માસ માટે ગિરવે મૂક્યો હતો. 

Gujarati banner 01