Ambaji darshan

Ambaji Temple reopen: શક્તિપીઠ અંબાજી મંદિર આજે ફરી ખુલ્લું મુકાયું

Ambaji Temple reopen: શક્તિપીઠ અંબાજી મંદિર છે છેલ્લા ૧૫ દિવસ સુધી દર્શનાર્થીઓ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયું હતું તેને આજે ફરી ખુલ્લું મુકાયું

અંબાજી મંદિર ખુલવાની સાથે એક દ્વારા દાતા તરફ થી મંદિર ટ્રસ્ટ ને 100 ગામ સોનુ અંદાજે રૂપિયા 4.9 લાકી કિંમતનુ દાન ભેટ માં મળ્યુ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 01 ફેબ્રુઆરી:
Ambaji Temple reopen: ગુજરાતનું શક્તિપીઠ અંબાજી મંદિર છે છેલ્લા ૧૫ દિવસ સુધી દર્શનાર્થીઓ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયું હતું તેને આજે ફરી ખુલ્લું મુકાયું છે સરકારની એસોપી પ્રમાણે અંબાજી મંદિર આજે ખુલ્લો મુકતા વહેલી સવારથી અંબાજી મંદિરમાં ખૂબ જ ઓછી સંખ્યામાં દર્શનાર્થીઓ જોવા મળ્યા હતા જ્યાં અંબાજી મંદિરના પ્રવેશતી વખતે તમામ યાત્રિકોએ મંદિર ટ્રસ્ટની ગાઈડ લાઈન પ્રમાણે ઓનલાઇન બુકીંગ કરાવીને દર્શનાર્થે પહોચ્યા હતા

યાત્રિકો ઓનલાઈન ફોર્મ સાથે કોરોના ની રસી ના લીધેલા બે ડોઝ ના સર્ટિફિકેટ પણ બતાવી અને પ્રવેશ મળતા મંદિર દર્શન માટે પહોંચ્યા સરકારની એસઓપી અને મંદિર ટ્રસ્ટની ગાઈડ લાઈન પ્રમાણે મંદિરમાં ભક્તો ને હાલ તબક્કે પ્રવેશ અપાઈ રહ્યો છે આજે મંદિર ખુલવાનો પ્રથમ દિવસ હોવાથી યાત્રિકોનો પ્રવાહ ઓછો રહ્યો હતા અંબાજી મંદિર ખુલતાની સાથે મંદિર શોપિંગ માં આવેલ 75 જેટલી દુકાનો પણ આજે ખુલવા પામી હતી અને આ દુકાનો ખુલતા વેપારીઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી

Ambaji Temple reopen

જ્યાં સન્નાટો છવાયેલો જોવા મળતા હતો જ્યાં આજે યાત્રિકોની ચહલ પહલ થતા યાત્રિકો સાથે વેપારીઓમાં પણ ભારે ખુશી હતી અને જો કે આ પ્રસંગે યાત્રિકોનો જણાવ્યું હતું કે મંદિર કોઈપણ સંજોગોમાં બંધ ન કરવું જોઈએ ને સરકારે પોતાના નિયમો સાથે દર્શનાર્થે દર્શનનો લાભ આપવો જોઇએ જો કે વેપારીઓનુ પણ તેવું જ માનવું હતું કે મંદિર પ્રમાણે નિયમાનુસાર ખુલ્લું રાખવું જોઈએ જેથી મંદિરને આવક થાય અને વેપારીઓના ધંધા રોજગાર પણ ચાલુ રહે…….

એટલુજ નહી આજે અંબાજી મંદિર ખુલવાની સાથે એક દ્વારા દાતા મંદિર ટ્રસ્ટ ને 100 ગામ સોનુ અંદાજે રૂપિયા 4.9 લાકી કિંમતનુ દાન ભેટ માં મળ્યુ હતુ

આ પણ વાંચોReaction to PM Modi’s budget: બજેટ રજૂ થયા બાદ પીએમ મોદીએ શું કહ્યું? – વાંચો સંપૂર્ણ વિગત

Gujarati banner 01