Pm Modi 600x337 1

Reaction to PM Modi’s budget: બજેટ રજૂ થયા બાદ પીએમ મોદીએ શું કહ્યું? – વાંચો સંપૂર્ણ વિગત

Reaction to PM Modi’s budget: પીએમ મોદીએ કહ્યું કે આ બજેટ અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની સાથે સામાન્ય માણસ માટે ઘણી નવી તકો ઊભી કરશે

નવી દિલ્હી, 01 ફેબ્રુઆરીઃ Reaction to PM Modi’s budget: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું. આ દરમિયાન નિર્મલા સીતારમણે ઘણી મોટી જાહેરાતો કરી હતી. નિષ્ણાતો કહે છે કે આ બેલેન્સ બજેટ છે. પીએમ મોદીએ કહ્યું કે આ બજેટ અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની સાથે સામાન્ય માણસ માટે ઘણી નવી તકો ઊભી કરશે. આ બજેટનું મહત્ત્વનું પાસું ગરીબોનું કલ્યાણ છે.

દરેક ગરીબ પાસે પાકું ઘર હોવું જોઈએ, નળમાંથી પાણી, શૌચાલય, ગેસની સુવિધા આ બધા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ સાથે, આધુનિક ઇન્ટરનેટ કનેક્ટિવિટી પર સમાન ભાર મૂકવામાં આવે છે. દેશમાં પ્રથમ વખત હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પૂર્વ જેવા વિસ્તારો માટે પર્વતમાલા યોજના શરૂ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Cyber crime Active: કિશન ભરવાડ હત્યા કેસમાં અફવાઓ ફેલાતા સાયબર ક્રાઈમ એક્ટિવ થયું, વધુ એક આરોપીની ધરપકડ- વાંચો વિગત

આ યોજના પહાડો પર ટ્રાંસપોર્ટનીની આધુનિક વ્યવસ્થા ઉભી કરશે. આ બજેટમાં ક્રેડિટ ગેરન્ટીમાં વિક્રમી વધારાની સાથે અન્ય ઘણી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. ડિફેન્સના કેપિટલ બજેટના 68% સ્થાનિક ઉદ્યોગ માટે અનામત રાખવાનો મોટો લાભ, ભારતના MSME ક્ષેત્રને મળશે. 

તેમણે કહ્યું કે ગઈકાલે એટલે કે બુધવારે ભાજપે મને સવારે 11 વાગ્યે બજેટ અને આત્મનિર્ભર ભારત વિષય પર વાત કરવા માટે આમંત્રણ આપ્યું છે. હું બજેટના આ વિષય પર વિગતવાર વાત કરીશ.

Gujarati banner 01