MOU Between suzuki motors and gujarat government

MOU Between suzuki motors and gujarat government: સુઝુકી મોટર્સ અને ગુજરાત સરકાર વચ્ચે 10 હજાર કરોડના MoU

MOU Between suzuki motors and gujarat government: જાપાનના પીએમ સાથે તેમના દેશનું પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. આ દરમિયાન ભારત-જાપાન વચ્ચે વિવિધ એમઓયુ થયા

ગાંધીનગર, 20 માર્ચઃ MOU Between suzuki motors and gujarat government: જાપાનના પ્રધાનમંત્રી ભારતની મુલાકાતે આવ્યા છે. દિલ્હીમાં ભારત-જાપાન સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જાપાનના પીએમ સાથે તેમના દેશનું પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. આ દરમિયાન ભારત-જાપાન વચ્ચે વિવિધ એમઓયુ થયા છે. તો જાપાનની સુઝુકી મોટર્સ અને ગુજરાત સરકાર વચ્ચે 10 હજાર કરોડના એમઓયુ સહી કરવામાં આવ્યું છે. સુઝુકી મોટર્સ ગુજરાતમાં નવો પ્લાન્ટ સ્થાપશે તે માટે આ એમઓયુ કરવામાં આવ્યું છે.

ગુજરાત સરકાર અને સુઝુકી મોટર્સ વચ્ચે આ એમઓયુ થયા છે. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સરકાર વતી આ એમઓયુ કર્યાં છે. આ હેઠળ ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનો અને બેટરીના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપવામાં આવશે. વિરમગાર માંડલ પાસે આવેલી જાપાન ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ પાસે નવો પ્લાન્ટ સ્થાપવામાં આવે તેવી શક્યતા છે. 

આ પણ વાંચોઃ Shane warne funeral: શેન વોર્નને આપવવામાં આવી અંતિમ વિદાય, આ સમયે ક્રિકેટરો થયા ભાવુક- વાંચો વિગત

સુઝુકી મોટર્સના આ નવા પ્લાન્ટમાં 2026 સુધીમાં ઇલેક્ટ્રિક વાહનોની બેટરીનું ઉત્પાદન કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. તો ગુજરાતમાં જ ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનનો પણ ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્ક્રેપ પોલિસી અંતર્ગત જુના વાહનોના રિસાયકલિંગ અને ડિસમેન્ટલિંગ માટે પણ એમઓયુ કરવામાં આવ્યા છે. જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં દિલ્હી ખાતે આ એમઓયુ કરવામાં આવ્યા છે. 

Gujarati banner 01