PM Modi inaugurates oxygen plant

Most popular leader in the world: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ચૂંટાયા

Most popular leader in the world: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યાદીમાં યુએસ પ્રમુખ જો બાઈડન, યુકેના PM બોરિસ જોનસન અને કેનેડાના PM જસ્ટિન ટ્રુડોને પણ પાછળ છોડી દીધા

નવી દિલ્હી, ૨૦ માર્ચ: Most popular leader in the world: ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા (Most popular leader in the world) તરીકે ચૂંટાયા છે. PM મોદીએ આ યાદીમાં યુએસ પ્રમુખ જો બાઈડન, યુકેના PM બોરિસ જોનસન અને કેનેડાના PM જસ્ટિન ટ્રુડોને પણ પાછળ છોડી દીધા છે. યાદીમાં જો બાઈડનને 42 ટકા, ટ્રુડોને 41 ટકા રેટિંગ મળ્યું છે. બીજી તરફ જોનસન આ યાદીમાં સૌથી નીચે છે. તેમને 33 ટકા રેટિંગ મળ્યું છે.

PM મોદી પછી આ યાદીમાં મેક્સિકોના મેનુઅલ લોપેઝ બીજા ક્રમે છે, જેમને 63 ટકા રેટિંગ મળ્યું છે. ઈટાલીની મારિયા દ્રાધી 54 ટકાના રેટિંગ સાથે યાદીમાં ત્રીજા સ્થાને છે. જાપાનના ફુમિયો કિશિદાને 42 ટકા રેટિંગ મળ્યું છે. આમાં એક ખાસ વાત એ છે કે PM મોદીની ડિસઅપ્રૂવલ રેટિંગ પણ સૌથી ઓછું 17 ટકા છે. સંસ્થા અનુસાર, 2020થી 2022 સુધીના મોટાભાગના મહિનાઓમાં PM મોદી સૌથી લોકપ્રિય નેતા રહ્યા છે.

આ પણ વાંચો: Shane warne funeral: શેન વોર્નને આપવવામાં આવી અંતિમ વિદાય, આ સમયે ક્રિકેટરો થયા ભાવુક- વાંચો વિગત

ગ્લોબલ લીડર એપ્રુવલ ટ્રેકર મોર્નિંગ કન્સલ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ લીડર્સની યાદીમાં PM મોદીને 77 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. આ રેટિંગ સાથે તેઓ પ્રથમ સ્થાને છે. મોર્નિંગ કન્સલ્ટન્ટ દ્વારા ડેટા જાહેર કરવાની સાથે એવું કહેવામાં આવ્યું હતું કે PM મોદી 13 દેશોમાં સૌથી વધુ એપ્રુવલ રેટિંગ ધરાવે છે, જે દર્શાવે છે કે તેઓ કેટલા લોકપ્રિય નેતા છે.

Gujarati banner 01