article l 20194916143222472000 edited

મુકેશ-નીતા અંબાણી બન્યા દાદા-દાદી, પુત્રવધુ શ્લોકાએ આપ્યો દીકરાને જન્મ

article l 20194916143222472000 edited

દિલ્હી, 10 ડિસેમ્બરઃ દેશ દુનિયાના જાણીતા બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરે પારણું બંધાયું છે. દિકરા આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ આજે એટલે કે ગુરુવારે સવારે 11 વાગ્યે દિકરાને જન્મ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, આકાશ અને શ્લોકાના લગ્ન 9 માર્ચ 2019ના રોજ થયા હતા. તેમના લગ્ન પ્રંસગ ચર્ચા દેશ-દુનિયામાં થઇ હતી.

whatsapp banner 1

ઉલ્લેખનીય છે કે, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશના લગ્ન હીરાના વેપારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે 9 માર્ચના રોજ થયા હતા. આ લગ્નમાં દેશ વિદેશના મહેમાન સામેલ થયા હતા. ઉદ્યોગ જગત અને રાજનેતા, બોલીવુડ, રમત-ગમત જગતની નામચીન હસ્તીઓએ લગ્નમાં હાજરી આપી હતી. આકાશ અંબાણીના લગ્ન ગુજરાતી રિત રિવાજ મુજબ થયા હતા. આકાશ અંબાણી-શ્લોકા મહેતાના લગ્નની ચર્ચા આખી દુનિયામાં થઇ હતી. આ લગ્નની ભવ્યતાના સમાચાર ન્યૂઝપેપરથી માંડીને ટીવીમાં ખૂબ ચાલ્યા હતા. લગ્નના વીડિયોઝ અને ફોટોઝ ઘણા દિવસો સુધી સોશિયલ મીડિયા પર છવાયેલા રહ્યા હતા.

આ પણ વાંચો….

મમતા બનર્જીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- તમે તો દેશનો વિનાશ કર્યો પણ હું બંગાળમાં NRC કે NPRનો અમલ નહીં થવા દઉં