Lumpy virus cases rise

Cattle die due to lumpy virus: રાજ્યમાં લમ્પી વાઇરસથી એક દિવસમાં 100થી વધુ પશુઓનાં મૃત્યુ

Cattle die due to lumpy virus: શનિવારે 109 નવાં ગામોમાં લમ્પી વાઇરસના કેસ નોંધાયા

અમદાવાદ, 14 ઓગષ્ટઃCattle die due to lumpy virus: ગુજરાતમાં લમ્પી વાઇરસથી શનિવારે વધુ 108 પશુઓનાં મૃત્યુ થયાં છે. આ સાથે રાજ્યનો કુલ મૃત્યુઆંક 3,268 થયો હતો.

એક અખબાર સરકારી આંકડાને ટાંકીને લખે છે કે શનિવારે 109 નવાં ગામોમાં લમ્પી વાઇરસના કેસ નોંધાયા છે. જેથી 23 જિલ્લામાં કુલ અસરગ્રસ્ત ગામોની સંખ્યા 3,775 થઈ ગઈ છે.


શનિવારે સૌથી વધુ 31 પશુઓનાં મૃત્યુ કચ્છમાં નોંધાયાં હતાં. જ્યારે બનાસકાંઠા અને રાજકોટમાં અનુક્રમે 21 અને 13 મૃત્યુ નોંધાયાં છે.
સૌથી વધુ દુધાળાં પશુઓ ધરાવતા જિલ્લામાંના એક બનાસકાંઠામાં સૌથી વધારે 1,078 કેસ, રાજકોટમાં 298, દેવભૂમિ દ્વારકામાં 239 અને પાટણમાં 217 નવા કેસ નોંધાયા છે.સરકાર દ્વારા અત્યાર સુધી 37.25 લાખ પશુઓને રસી આપવામાં આવી છે અને હાલમાં 22,218 ઍક્ટિવ કેસ છે.

આ પણ વાંચોઃ Daler Mehndi’s health deteriorated: જેલમાં ગીતકાર દલેર મેહંદીની તબીયત બગડી, હોસ્પીટલમાં દાખલ કરાયા

આ પણ વાંચોઃ Student Death Case: શિક્ષકે મારેલા મારના કારણે વિદ્યાર્થીનું થયુ મૃત્યુ, હજી આ મામલે તપાસ ચાલુ

Gujarati banner 01