Narmada Dam Overflow edited

ગુજરાતમાં પાણી થશે મોંઘુ: નર્મદાના પાણીના ભાવમાં થશે વધારો જાણો ક્યારથી થશે ભાવ વધારો..!

Narmada Dam Overflow edited

અમદાવાદ, 04 ડિસેમ્બર: કોરોનાકાળમાં સામાન્ય લોકોને સસ્તી વસ્તુ પણ મોંઘી લાગી રહી છે તેવામાં હવે ગુજરાતમાં પાણી મોંઘુ થવા જઈ રહ્યું છે. માત્ર પીવાનું પાણી જ નહિ, પરંતુ ઉદ્યોગો માટેના વપરાશનું પાણી પણ મોંઘું થઈ રહ્યું છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, આગામી વર્ષથી પાણીના ભાવમાં વધારો થશે. માર્ચ 2021 થી પીવાનું પાણી 1000 લિટરે 38 પૈસા અને ઔદ્યોગિક ઉપયોગના પાણીમાં 1000 લિટરે 3.13 રૂપિયાનો વધારો થવાનો છે.

ગુજરાતમાં નર્મદા કેનાલના પાણીનો વપરાશ કરતા ગ્રાહકો પર આ ભાવવધારો લાગુ પડશે. ગુજરાતમાં ઠેરઠેર પીવા અને ઉદ્યોગો માટે નર્મદાના પાણીનો ઉપયોગ કરવામાં આવશે. માર્ચ 2021 પછી પીવા માટેના પાણીના દરમાં 38 પૈસાનો તેમજ ઔદ્યોગિક વપરાશ માટેના પાણીના દરમાં 3.13 રૂપિયાનો વધારો થશે.

whatsapp banner 1

નોંધનીય છે કે, નર્મદાના પાણીના દરમાં પ્રત્યેક નાણાકીય વર્ષના અંતે 10 ટકાનો વધારો કરવામાં આવે છે. ગુજરાતમાં 2006-07ના વર્ષે પહેલીવાર પાણીના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. ત્યારે પીવાના પાણી માટે 1 રૂપિયો અને ઔદ્યોગિક વપરાશ માટે 10 રૂપિયા રાખવામાં આવ્યા હતા. 2014-15માં આ દરો અનુક્રમે 2.14 રૂપિયા અને 17.72 રૂપિયા થયા હતા. તે જ પ્રમાણે અગામી વર્ષમાં પણ પાણીના ભાવમાં વધારો કરવામાં આવશે.

આ પણ વાંચો….

વડાપ્રધાને સર્વપક્ષીય બેઠકમાં કોરોના વેક્સિન પર કરી ચર્ચા, પહેલા તબક્કામાં આ લોકોને આપવામાં આવશે રસી!