Abhishek John Abraham at the screening of Madras Cafe edited

New film: સિલ્વર સ્ક્રીન પર ફરી જોવા મળશે અભિષેક અને જ્હોન, મલયાલમ ફિલ્મની હશે રિમેક

ધૂમ અને દોસ્તાના બાદ આ નવી ફિલ્મ(New film)માં જ્હોન અબ્રાહમ અને અભિષેક બચ્ચન સાથે જોવા મળશે

Abhishek John Abraham at the screening of Madras Cafe edited

બોલિવુડ ડેસ્ક, 05 ફેબ્રુઆરીઃ દોસ્તા, ધુમ જેવી ફિલ્મોમાં જ્હોન અબ્રાહમ અને અભિષેક બચ્ચન સાથે જોવા મળ્યા છે. હવે જ્હોન અબ્રાહમે મલયાલમ ફિલ્મ(New film)ના હક્ક ખરીદ્યા હતા. આ મૂળ ફિલ્મમાં પૃથ્વીરાજ અને બીજુ મેનને મુખ્ય રોલ ભજવ્યા હતા. જ્હોને ફિલ્મના હક્ક ખરીદ્યા ત્યારથી આ ફિલ્મમાં ક્યા બે અભિનેતા મુખ્ય રોલમાં જોવા મળશે તે જાણવાની સહુને ઉત્કંઠા હતી.

Whatsapp Join Banner Guj

એક રિપોર્ટસના આધારે, આ ફિલ્મમાં દોસ્તાના ફિલ્મની જોડી જ્હોન અબ્રાહમ અને અભિષેક બચ્ચન ફરી સાથે જોવા મળે તેવી શક્યતા છે. આ ફિલ્મ માટે બન્ને જણા લાંબા સમયથી એકબીજાના સંપર્કમાં છે અને વાતચીત કરી રહ્યા છે. કહેવાય છે કે, જલદી આ ફિલ્મના દસ્તાવેજો કરવામાં આવશે.

આ મલયાલમ ફિલ્મ ૨૦૨૦ના લોકડાઉન જાહેર થયું એ પહેલાજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મ એક ધનવાન અને સબ-ઇનસપેક્ટર વચ્ચેના મતભેદ પર આધારિત છે. આ ફિલ્મનું મલયાલમમાં નામ અયાપનુમ કોશિયામ છે. જોનની આ ફિલ્મ અંગે હજી વધુ વિગત જાણવા મળી નથી.

આ પણ વાંચો…

Stock market: બજેટ બાદ શેરબજારમાં ઉછાળો યથાવત, સેંસેક્સ અને નિફ્ટીમાં ઉંચાઈનો નવો રેકૉર્ડ બનાવ્યો