Banner Surendra Pandya 1

નવા વર્ષનો શુભારંભઃ ગ્રહોના આધારે જાણો તમારું 2021નું વર્ષ કેવું રહેશે?

Banner Surendra Pandya 1

જ્યોતિષ ડેસ્ક, 01 જાન્યુઆરીઃ અગ્રેજી કેલેન્ડર અનુસાર આજથી નવું વર્ષ શરુ થવા જઇ રહ્યું છે. ગયુ વર્ષ એટલે કે 2020 સૌ લોકો માટે ભારે રહ્યું હતું. દરેક વ્યક્તિને આર્થિક તથા સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહી હતી. પરંતુ સૌને આશા છે આવનારું વર્ષ સારુ હશે. તો આવો ગ્રહોના આધારે જાણીએ આવનારુ વર્ષ કેવુ રહેશે?

હાલના ગ્રહોને ધ્યાનમાં લેતા અને 20 ડિસેમ્બર 2020 થી શનિ તથા ગુરુ ભેગા થયેલા છે તેની અસર ભારત વર્ષ પર ખરાબ રીતે પડશે અને જુદી જુદી જાતની બીમારીઓ પણ આવી શકે. આને કારણે પ્રજાજનો એ ઘણો ખ્યાલ રાખવો. આ ગ્રહોની અસર ખાસ કરીને ભૂમિ પુત્ર પર પણ પડતા દુષ્કાળ તથા અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ નુ નિર્માણ થશે. ગોચર સ્થિતિ મુજબ સૂર્ય બુધનું પ્લેસમેન્ટ ચોક્કસપણે સરકારી તંત્ર ખુબ સક્રિય રહેશે આથી પરિસ્થિતિ વધુ પડતી બગાડશે નહિ પરંતુ લોકોને ધ્યાન ખુબ રાખવું પડે અને એલોવેરા હળદર લીંબુ તથા લીમડાંનો ઉપયોગ વધારી આપણી પ્રતિકારકશક્તિ વધારવી જ પડશે. આની અસર દવા કરતા વધુ સારી પડશે.

whatsapp banner 1

ખાસ કરીને 5-6 જૂન અને 21-22 જૂન ચંદ્ર ગ્રહણ તથા સૂર્ય ગ્રહણ નો પ્રભાવ ઘણો ખરાબ પડશે. છતાં પન સરકારી તંત્ર સક્રિય હોવાને કારણે તથા કુદરતી બલ મળવાને કારણે પરિસ્થિતિ સારી રીતે કંટ્રોલ થઈ શકશે. આર્થિક પરિસ્થિતિ દેશની વધુ પડતી ખરાબ થશે. જૂન થી નવેમ્બર 2021 સુધીનો સમય ઘણો ખરાબ રહી શકે. પણ ત્યાર બાદ પરિસ્થિતિ ધીમી ગતીએ સુધારશે અને લોકોનો ડર ઘણો ઓછો થતો જશે.

આ પણ વાંચો…

નવા વર્ષનું સ્વાગત સૌ કોઇ ધુમધામથી કરે છે ત્યાં ભારતના આ રાજ્યમાં ઉજવણી થતી નથી!