unnamed

નવા વર્ષનું સ્વાગત સૌ કોઇ ધુમધામથી કરે છે ત્યાં ભારતના આ રાજ્યમાં ઉજવણી થતી નથી!

unnamed

નવી દિલ્હી, 01 જાન્યુઆરીઃ દુનિયાભરના તમામ દેશો પહેલી જાન્યુઆરીને નવા વર્ષ તરીકે ઉજવે છે. આ નવું વર્ષ નોકરી-ધંધાની સાથે અંગ્રેજી કેલેન્ડ અનુસાર ગણવામાં આવે છે. જો કે ભારતીયો પહેલા આ વર્ષની આટલી ધામધુમ અને આતિશ બાજી સાથે ઉજવણી કરતા ન હતા. પરંતુ પશ્ચિમિ સંસ્કૃતીને જોઇને હવે તેઓ પણ નવા વર્ષનું સ્વાગત ખૂબ જ ધુમ ધામથી કરે છે.

whatsapp banner 1

ભારતમાં નવા વર્ષમાં ખૂબ જશ્ન મનાવામાં આવે છે, પણ આજે પણ ભારતનું એક એવુ રાજ્ય છે અંગ્રેજી કેલેન્ડ મુજબ નવા વર્ષની ઉજવણી માનતું નથી. આ રાજ્ય એટલે તમિલનાડુ. અહીં નવા વર્ષમાં જશ્ન મનાવવા માટે કોઈ તારીખ નથી. તમિલનાડૂના લોકો પોતાના પારંપારિક તહેવાર એટલે કે પોંગલ પર આ જશ્ન મનાવે છે. અહીં 1 જાન્યુઆરીના બદલે પોંગલ ધામધૂમથી મનાવે છે.

આ પણ વાંચો…

નવા વર્ષનો શુભારંભઃ ગ્રહોના આધારે જાણો તમારું 2021નું વર્ષ કેવું રહેશે?