nimcj

NIMCJ Graduation ceremony: એન.આઈ.એમ.સી.જે. નો નવમો પદવીદાન સમારોહ રવિવારે યોજાશે

NIMCJ Graduation ceremony: પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, એડવર્ટાઇઝિંગ અને કોર્પોરેટ કોમ્યુનિકેશન જેવાં વિશિષ્ટ ક્ષેત્રે ૬ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી નવાજવામાં આવશે.

અમદાવાદ , ૦૩ સપ્ટેમ્બર: NIMCJ Graduation ceremony: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલીઝમ ( એન.આઈ.એમ.સી.જે.)નો નવમો પદવીદાન સમારોહ જે.બી. ઓડિટોરિયમ ,એ.એમ.એ. ,અમદાવદ ખાતે 5 સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવશે. પી.જી.ડી.એમ.સી.જે.બેચ ૧૧ અને ૧૨ વિદ્યાર્થીઓને પદવી સમારોહના મુખ્ય મહેમાન ઇન્ડિયા ટુડેના સિનિયર એડિટર અનિલેશ મહાજન અને વરમોરા ગ્રુપના ચેરમેન એમીરીટ્સ પ્રકાશ વરમોરાના વરદ હસ્તે અપાશે.

આ પણ વાંચો…Gujarat 12th defense expo-2022: ડિફેન્સ એક્સપોના સહયોગ અને સુવિધાઓ આપવાના MOU DOD પ્રોડકશન અને ગુ.સરકાર વચ્ચે સંપન્ન થયા

NIMCJ Graduation ceremony: જેમાં પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, એડવર્ટાઇઝિંગ અને કોર્પોરેટ કોમ્યુનિકેશન જેવાં વિશિષ્ટ ક્ષેત્રે ૬ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી નવાજવામાં આવશે. આ સમારોહનો સમયગાળો સવારના 10.30 થી બપોરના 12.00 સુધી રહેશે. કોવિડ-19ની ગાઈડલાઈનના પાલન સાથે તથા સામાજીક અંતર રાખીને આ પદવીદાન સમારોહ મેનેજિંગ ટ્રસ્ટી પ્રદીપ જૈન, એન.આઈ.એમ.સી.જે. ના નિયામક ડૉ. શિરીષ કાશીકર, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ વાલીગણ ની ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવશે.

Whatsapp Join Banner Guj