1 17

પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ મંદિરમાં પહેલા આગ લગાવી, પછી દિવાલો ધ્વસ્ત

1 17

નવી દિલ્હી,01 જાન્યુઆરીઃ પાકિસ્તાનમાં રહેલા હિન્દુ બહુ મુશ્કેલીથી ત્યાં જીવન જીવી રહ્યાં છે. એક એપણ હકીકત છે પાકિસ્તાનમાં હિન્દુઓના પ્રાચીન અનેક મંદિરો આવેલા છે. તાજેતરમાં જ જાણવા મળ્યું છે કે, પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં કટ્ટરપંથીઓએ હિન્દુ ધર્મના ઐતિહાસિક મંદિરને તોડી નાંખતા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના કોહાટના કરક જિલ્લામાં આ ઘટના બની કે જ્યાં કટ્ટરપંથીઓની ભીડે સૌપ્રથમ મંદિરમાં આગ લગાવી દીધી અને પછી મંદિરની દિવાલો ધ્વસ્ત કરી દીધી.

whatsapp banner 1

સુત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, પાકિસ્તાનના ઉગ્રવાદી જમીયત ઉલેમા એ ઈસ્લામ પાર્ટીના કાર્યકર્તાઓએ અને સ્થાનિક નેતાઓએ ભીડની સાથે મંદિર પર હુમલો કરી દીધો. પરંતુ ભીડને રોકવાને બદલે પોલીસ મૂકપ્રેક્ષક બની રહી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

પાકિસ્તાનમાં વસવાટ કરતા હિન્દુઓ તેમજ અન્ય લઘુમતીઓમાં આ મુદ્દે ભારે રોષ ફેલાયો છે. બીજી તરફ પાકિસ્તાનના માનવધિકાર મંત્રી શિરીન મજારી તેમજ અન્ય કાર્યકર્તાઓએ પણ ઘટનાની નિંદા કરી છે. અહીં રહેતા હિંદુઓએ આ મંદિરના પુનઃનિર્માણની પરવાનગી માંગી હતી. નોંધનીય છે કે પાકિસ્તાનમાં મંદિરો પર હુમલો કરવામાં આવ્યો હોય તેવી આ પહેલી ઘટના નથી. અહીં વારંવાર મંદિરો તેમજ અન્ય લઘુમતિ કોમના લોકો પર હુમલાઓ કરવામાં આવે છે.

આ પણ વાંચો…

એવરેસ્ટ પર તિરંગો ફરકાવનાર પ્રથમ ભારતીય સૈન્ય ઑફિસર નરેન્દ્ર કુમારનું 87 વર્ષની વયે નિધન