COl Narendra edited

એવરેસ્ટ પર તિરંગો ફરકાવનાર પ્રથમ ભારતીય સૈન્ય ઑફિસર નરેન્દ્ર કુમારનું 87 વર્ષની વયે નિધન

COl Narendra edited

નવી દિલ્હી,01 જાન્યુઆરીઃ એવરેસ્ટ પર પોતાના દેશનો તિરંગો ફરકાવો દરેકનું સ્વપ્ન હોય છે. અત્યાર સુધીમાં ઘણા ભારતીયોએ પોતાના દેશનો તિરંગો એવરેસ્ટ પર ફરકાવી લીધો છે. પરંતુ ૧૯૬૫ના પ્રથમ ભારતીય એવરેસ્ટ અભિયાનના હીરો અને ઈન્ડિયન આર્મીના સુપર સ્ટાર કર્નલ નરેન્દ્ર કુમાર હતા. આજ રોજ કર્નલ નરેન્દ્ર કુમારનું ૮૭ વર્ષે નિધન થયુ હતુ. કાશ્મીરના ઉત્તર છેડે આવેલી સિઆચેન હિમનદી આજે ભારતના કબજામાં છે, તેનો શ્રેય પણ બુલના લાકડા નામે ઓળખાતા કર્નરલ નરેન્દ્રને જાય છે. ૧૯૮૪માં ઈન્ડિયન આર્મીએ અકલ્પનિય અને અશક્ય લાગતા ઓપરેશન મેઘદૂત દ્વારા સિઆચેન શિખર કબજે લીધું હતું. એ ઓપરેશનના આગેવાન કર્નલ નરેન્દ્ર હતા.

૧૯૮૪ સુધી સિઆચેન વિસ્તાર નધણિયાતી હાલતમાં હતો. પાકિસ્તાને તેના પર કબજાની તૈયારી કરી લીધી હતા. પર્વતારોહી અને હિમાલયના અનેક શિખરો ખુંદી વળેલા કર્નલ નરેન્દ્રને એ બાતમી મળી. સિઆચેન વિસ્તાર દસેક હજાર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. ઓપરેશન મેઘદૂત દ્વારા એ સમગ્ર વિસ્તાર કબજે લઈ કર્નલ નરેન્દ્ર અને તેની ટીમે ત્યાં ત્રિરંગો લહેરાવ્યો, જે આજે પણ લહેરાય છે.

whatsapp banner 1

કર્નલ નરેન્દ્રનો જન્મ ૧૯૩૩માં બ્રિટિશ હિન્દના રાવલપિંડીમાં થયો હતો. બોક્સિંગ, સાયકલિંગ સહિત અનેક રમતોમાં માસ્ટરી ધરાવતા કર્નલ નરેન્દ્ર ૧૯૫૦માં ભારતમાં જોડાયા હતા. ૧૯૬૫ના પ્રથમ ભારતીય એવરેસ્ટ અભિયાનના તેઓ ડેપ્યુટી લિડર હતા. ૧૯૮૪માં તેઓ નિવૃત્ત થયા હતા. તેઓ કિર્તી ચક્ર અને અતિ વિશિષ્ટ સેવા મેડલ વિજેતા હતા.

આ પણ વાંચો…