1589892172 FHqF6Z UPI

આજથી બદલાયા મોબાઈલ બેંકીંગ સહિતના અનેક નિયમો, જાણો નહીંતો થશે આર્થિક નુકસાન

1589892172 FHqF6Z UPI

નવી દિલ્હી, 01 જાન્યુઆરીઃ આજથી એટલે કે 1,જાન્યુઆરી, 2021 થી, ચેક પેમેન્ટ સંબંધિત નિયમો બદલાઈ જશે. ચેક પેમેન્ટ દ્વારા રૂ. 50,000 અથવા વધુની ચુકવણી પર કેટલીક મહત્વપૂર્ણ માહિતીની ફરીથી પુષ્ટિ કરવી પડશે. જે ખાતાધારક આની સુવિધા મેળવતા હશે તેઓ એ જ આ પ્રક્રિયા કરવી પડશે. ચેક જારી કરનાર વ્યક્તિ આ માહિતી ઇલેક્ટ્રોનિક માધ્યમ જેવા કે એસએમએસ, મોબાઇલ એપ્લિકેશન, ઇન્ટરનેટ બેંકિંગ અથવા એટીએમ દ્વારા કરી શકશે. 

યુપીઆઈની ( UPI ) ચુકવણીમાં ફેરફાર થશે – 1,જાન્યુઆરી 2021થી, યુપીઆઈ દ્વારા ચુકવણી મોંઘી થશે. થર્ડ પાર્ટી દ્વારા ચલાવવામાં આવતી એપ પર વધારાનો ચાર્જ વસુલવાની જાહેરાત કરી છે. આ નિર્ણય નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા લેવામાં આવ્યો છે. 

whatsapp banner 1

મ્યુચ્યુઅલ ફંડના રોકાણ માટે નિયમો બદલાયા- સેબીએ ( SEBI )મલ્ટિકેપ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો અનુસાર, 75 ટકા ભંડોળ હવે ઇક્વિટીમાં રોકાણ કરવાનું રહેશે, જે હાલમાં ઓછામાં ઓછું 65 ટકા છે. સેબીના નવા નિયમો અનુસાર મલ્ટિ-કેપ ફંડ્સનું સ્ટ્રક્ચર બદલાશે. 

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ કોન્ટેક્ટલેસ કાર્ડની ચુકવણીની મર્યાદા 2,000 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરી દીધી છે. તે 1,જાન્યુઆરી 2021થી લાગુ થશે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા 5000 રૂપિયા સુધીની ચુકવણી માટે પિન દાખલ કરવાનો રહેશે નહીં.

આ પણ વાંચો…

પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ મંદિરમાં પહેલા આગ લગાવી, પછી દિવાલો ધ્વસ્ત