imran khan and bushra e1706971072481

પાકિસ્તાનના પીએમ(Pakistan PM) બાદ તેમની પત્નીનો પણ કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, હાલ હોમ આઇસોલેશનમાં

Pakistan PM

ઇસ્લામાબાદ, 21 માર્ચઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન(Pakistan PM) અને તેની પત્ની બુશરા બીબી કોરોનાથી સંક્રમિત થયા છે. ઇમરાન ખાન અને તેની પત્ની શનિવાર 20 માર્ચના રોજ પોઝિટિવ આવ્યા છે. પ્રધાનમંત્રીના સ્પેશિયલ આસિસ્ટન્ટ ફૈઝલ સુલ્તાને આ જાણકારી આપી છે. ઇમરાન ખાન વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ ચુક્યા છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાનના જલદી સાજા થવાની કામના કરી છે. પ્રધાનમંત્રી ખાન કોરોનાથી સંક્રમિત થયા છે. હાલ તેઓ હોમ આઇસોલેશનમાં છે. સ્વાસ્થ્ય સેવા મામલાના પ્રધાનમંત્રીના વિશેષ સહાયક ફૈઝલ સુલ્તાને ટ્વીટ કરી તેની જાણકારી આપી છે.

ADVT Dental Titanium

ઉલ્લેખનીય છે કે, હાલમાં ઇમરાન ખાને ચાઇનીઝ વેક્સિનનો ડોઝ લીધો હતો. પરંતુ બાદમાં વેક્સિનનો ડોઝ લીધો હતો. સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે પ્રધાનમંત્રી કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના સ્ટાફ અને તેમને મળનાર લોકોના પણ કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. જાણકારી પ્રમાણે ઇમરાનમાં કોરોનાના ગંભીર લક્ષણ નથી. 

Whatsapp Join Banner Guj

ચીન પાસેથી ફ્રી મળેલી વેક્સિનના ડોઝથી ઇમરાન સરકાર પોતાનો રસીકરણ કાર્યક્રમ ચલાવી શકતી નથી. હકીકતમાં ચીન પાસે અત્યાર સુધી ત્રણ ભાગમાં મળેલી વેક્સિનના મોટાભાગના ડોઝ સરકાર, સેના, બિઝનેસમેન અને રાજકીય પાર્ટીમાં બેસેલા લોકોને આપવામાં આવ્યા છે. જેથી સામાન્ય લોકોને મર્યાદિત માત્રામાં વેક્સિન મળી શકી છે. 

આ પણ વાંચો…

Ripped jeans controversy:ઉત્તરાખંડમાં સીએમ રાવતે મહિલાઓની ફાટેલી જીન્સ પર નિવેદન આપ્યા બાદ, મહિલાઓ દ્વારા સોશિયલ મીડિયા પર ભારે રોષ- ગુજરાતી મહિલાએ કહ્યું- કોઈના કપડાં પરથી સંસ્કારનું અનુમાન ન લગાવી શકાય