vvhueaetortw94oe 16160515521 edited

Ripped jeans controversy:ઉત્તરાખંડમાં સીએમ રાવતે મહિલાઓની ફાટેલી જીન્સ પર નિવેદન આપ્યા બાદ, મહિલાઓ દ્વારા સોશિયલ મીડિયા પર ભારે રોષ.

Ripped jeans controversy

નવી દિલ્હી, 21 માર્ચઃ Ripped jeans controversy: ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે ફાટેલા જિન્સ અંગે નિવેદન કરતા વિવાદ સર્જાયો છે. તીરથસિંહના નિવેદન પર સોશિયલ મીડિયા ભારે રોષ (ripped jeans controversy) ઠાલવવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરાની યુવતીઓમાં પણ ફાટેલા જિન્સના નિવેદન સામે રોષ જોવા મળ્યો છે. યુવતીઓએ કહ્યું કે, આવા નિવેદનથી નેતાઓની માનસિકતા છતી થાય છે. યુવતીઓ જ નહીં પણ યુવકો પણ ફાટેલી જીન્સ પહેરે છે. કોઈના કપડાં પરથી સંસ્કારનું અનુમાન ન લગાવી શકાય. મહિલાઓ પ્રત્યેની વિચારધારા બદલવાની જરૂરી છે.

આજના આધુનિક યુગમાં મહિલાઓ કોઈ પણ કપડા પહેરવા સ્વતંત્ર છે. મહત્વનું છે કે, ઉત્તરાખંડમાં નવા બનેલા મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે મહિલાઓની ફાટેલી જીન્સ (Ripped jeans controversy) પર નિવેદન આપી તેમના સંસ્કાર પર સવાલ ઉભા કર્યા છે. જેથી આ નિવેદન સામે મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ તીરથસિંહના આ નિવેદનનો યુવતીઓએ વિરોધ કર્યો છે. ગુજરાતની યુવતીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અમે કોઈ પણ કપડા પહેરવા સ્વતંત્રતા ધરાવે છે. ગુજરાતની મહિલાઓ કહી રહી છે કે, ફાટેલી જિન્સ પહેરી તો શું થયું. 

ADVT Dental Titanium

ઉત્તરાખંડના નવા સીએમ તીરથ સિંહ રાવતે મહિલાઓની ફાટેલી જિન્સ (Ripped jeans controversy) પર એક નિવેદન આપ્યું હતું, જેના બાદ સમગ્ર દેશભરમાં ચર્ચા થઈ હતી. લોકોએ અને ખાસ કરીને મહિલાઓએ તેમના આ નિવેદનને વખોડ્યું હતું. ત્યારે શુક્રવારે તેઓને પોતાના નિવેદન પર માફી માંગવી પડી હતી. તેમણે કહ્યું કે, આ નિવેદન સંસ્કારોને લઈને હતું. જો કોઈને ફાટેલી જિન્સ પહેરવી છે, તો તે પહેરે. તેમના નિવેદનથી કોઈની લાગણી દુભાવી હોય તો તેઓ માફી માંગે છે.  

ઉલ્લેખનીય છે કે, તીરથસિંહ રાવતે મંગળવારે દહેરાદૂનમાં એક વર્કશોપમાં મહિલાઓને રિપ્ડ જિન્સ પહેરવા પર આપત્તિ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આજકાલ મહિલાઓ ફાટેલી જિન્સ પહેરે છે. તેમના ઘૂંટણો દેખાય છે. આ કેવા સંસ્કાર છે. આ સંસ્કાર ક્યાંથી આવી રહ્યાં છે. તેનાથી બાળકો શું શીખી રહ્યાં છે અને મહિલાઓ આખરે સમાજને શું સંદેશ આપવા માંગે છે. ફાટેલી જિન્સ આપણા સમાજના તૂટવાનો માર્ગ નક્કી કરી રહી છે. તેનાથી આપણે બાળકોને ખોટું ઉદાહરણ આપી રહ્યાં છીએ, જે તેઓને નશીલા પદાર્થોના સેવન તરફ લઈ જાય છે.  

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

India Corona Update: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43,846 દર્દીઓ નોંધાયા